અનન્યા પાન્ડે પર કેમ ફરી ભડક્યો કાર્તિક આર્યન?

Published: Sep 07, 2019, 11:20 IST | મુંબઈ

કાર્તિક આર્યન ફરી એકવાર ‘પતિ, પત્ની ઔર વો’ની તેની કો-સ્ટાર અનન્યા પાન્ડે પર ભડક્યો છે.

કાર્તિક આર્યન
કાર્તિક આર્યન

કાર્તિક આર્યન ફરી એકવાર ‘પતિ, પત્ની ઔર વો’ની તેની કો-સ્ટાર અનન્યા પાન્ડે પર ભડક્યો છે. થોડા દિવસો અગાઉ પણ તે ચા પીવાની બાબતમાં અનન્યા પર મસ્તીમાં ગુસ્સે થયો હતો. ફિલ્મ માટે વજન ન વધાર્યુ એ માટે અનન્યા પર આ વખતે કાર્તિક રોષે ભરાયો હતો. આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે. ફિલ્મનાં ડિરેક્ટર મુદસ્સર અઝીઝ છે. અનન્યા અને મુદસ્સર સાથેનો એક વિડિયો કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વિડિયોમાં મુદસ્સર પણ અનન્યાને મજાકમાં ઠપકો આપી રહ્યો છે કે તેણે વજન કેમ નથી વધાર્યું. વિડિયોમાં કાર્તિકને ઉદ્દેશીને મુદસ્સર કહેતો જોવા મળી રહ્યો છે કે ‘અનન્યા મેં કાર્તિકને વજન વધારવા કહ્યું હતું. એનાં માટે તેને ખૂબ ઓછો સમય મળ્યો હતો. જોકે તેણે માત્ર ૧૫ દિવસની અંદર વજન વધાર્યો છે.’

જોકે પોતાનો બચાવ કરતાં અનન્યાએ કહ્યું હતું કે ‘તે તો હબશી છે. એમાં હું કંઈ ન કરી શકું.’

આ પણ વાંચો : વિકી કૌશલને મળવા તેની ક્રેઝી ફૅન તેના ઘરમાં ઘૂસી ગઈ હતી

મુદસ્સર મુજબ અનન્યાને વજન વધારવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે તેનું વજન ૫૦૦ ગ્રામ પણ નથી વધ્યું. એના જવાબમાં અનન્યા કહે છે કે તેણે ૩ કિલો વજન વધાર્યું છે. આ બધાની વચમા અનન્યાને ટોકતાં કાર્તિક કહે છે કે ‘૩ કિલો? શું કામ જુઠ્ઠુ બોલે છે? તેં તો માત્ર ૩ ગ્રામ જ વજન વધાર્યું છે.’

કાર્તિકને ધમકી આપતાં અનન્યા કહે છે કે ‘હું તને મારી નાખીશ. તારી મૂછોને પણ ઉખાડી નાખીશ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK