સોશ્યલ મીડિયામાં ફરતા મેસેજિસને બદલે ડૉક્ટરની સલાહ માનવી જોઈએ : શેખર સુમન

14 May, 2021 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉટ્સઍપ પર ફરતા કોઈ પણ મેસેજિસનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. એને પહેલાં કન્ફર્મ કરો, ફરીથી રી-કન્ફર્મ કરો. ફાર્મા કંપનીઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે આવી અફવાઓ ફેલાવવામાં આવે છે.

શેખર સુમન

શેખર સુમનનું કહેવું છે કે જે પ્રકારે સોશ્યલ મીડિયામાં મેસેજિસ આવે છે એને નહીં પરંતુ ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. કોરોનાનાં વધતા આતંકને જોતાં વિવિધ સલાહ-સૂચનો લોકોને આપવામાં આવે છે. એના પર વિશ્વાસ ન રાખવો જોઈએ એવું શેખર સુમને જણાવ્યું છે. એ વિશે ટ્વિટર પર શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે ‘ઘરમાં રહીને ડૉક્ટર-ડૉક્ટર ન રમવું જોઈએ. માત્ર ફિઝિશ્યન અથવા તો જાણીતા ડૉક્ટરની જ સલાહ લેવી જોઈએ. વૉટ્સઍપ પર ફરતા કોઈ પણ મેસેજિસનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. એને પહેલાં કન્ફર્મ કરો, ફરીથી રી-કન્ફર્મ કરો. ફાર્મા કંપનીઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે આવી અફવાઓ ફેલાવવામાં આવે છે.’ 

shekhar suman bollywood news bollywood bollywood gossips entertainment news