‘ડૉક્ટર સ્ટ્રેન્જ’નો બિઝનેસ ૭૯.૫૦ કરોડ

10 May, 2022 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘KGF : ચૅપ્ટર 2’નું હિન્દી વર્ઝન હજી પણ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહ્યું છે અને એણે 412.80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે

‘ડૉક્ટર સ્ટ્રેન્જ’નો બિઝનેસ ૭૯.૫૦ કરોડ

હૉલીવુડની ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇનટુ ધ મલ્ટિવર્સ ઑફ મૅડનેસ’એ ઇન્ડિયામાં ઓપનિંગ વીક-એન્ડમાં ૭૯.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. માર્વલ સિનેમૅટિક યુનિવર્સની આ ફિલ્મમાં બેનેડિક્ટ કમ્બરબૅચે લીડ રોલ ભજવ્યો છે. શુક્રવારે આ ફિલ્મે ૨૮.૩૫ કરોડ, શનિવારે આ ફિલ્મે ૨૫.૭૫ કરોડ અને રવિવારે આ ફિલ્મે ૨૫.૪૦ કરોડની સાથે ટોટલ ૭૯.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ​બિઝનેસ ઇન્ડિયાની તમામ ભાષાઓનો મળીને છે. એક રીતે જોવા જઈએ તો માર્વલની અન્ય ફિલ્મો કરતાં આ ફિલ્મે ઓછો બિઝનેસ કર્યો છે, પરંતુ બૉલીવુડની કેટલીક ફિલ્મોની સરખામણીમાં આ બિઝનેસ ખૂબ જ વધુ છે. જોકે સોમવારથી આ બિઝનેસમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળી શકે છે, કારણ કે ફિલ્મને જોઈએ એટલી દમદાર બનાવવામાં નથી આવી.

bollywood news bollywood bollywood gossips entertainment news