દિવાળી 2021 માટે ભણસાલી મ્યુઝિકલ સાગા બૈઝૂ બાવરા કરશે રિલીઝ

28 October, 2019 02:50 PM IST  |  મુંબઈ ડેસ્ક

દિવાળી 2021 માટે ભણસાલી મ્યુઝિકલ સાગા બૈઝૂ બાવરા કરશે રિલીઝ

ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પોતાના દર્શકો માટે સર્પ્રાઇઝ લઈને આવવાના છે, હાં ખરેખર, ગંગૂબાઈ કાઠિયાવાડી પછી હવે તેમણે પોતાની આગામી ફિલ્મની પણ જાહેરાત કરી દીધી છે. ભણસાલી પ્રૉડક્શને ફિલ્મના નામની સાથે તેની રિલીઝની અનાઉન્સમેન્ટ પણ કરી દીધી છે.

ભણસાલી પ્રૉડક્શને પોસ્ટર શૅર કરીને જણાવ્યું છે રે 2021ની દિવાળી પર સંજય લીલા ભણસાલીના મહાત્વાકાંક્ષી પ્રૉજેક્ટ બૈઝૂ બાવરા રિલીઝ કરવામાં આવશે. આ મ્યૂઝિકલ સાગા એક મ્યૂઝિશિયનના બદલાની એક સ્ટોરી પર આધારિત છે. હાલ, આ ફિલ્મના લીડ એક્ટર-એક્ટ્રેસના નામની જાહેરાત કરવામાં આવી નથી.

કેટલીક રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મમાં અજય દેવગનને લીડ રોલમાં લેવાની ચર્ચા છે. જણાવીએ કે અજય અને સંજયે ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં એકસાથે કામ કર્યું હતું.

ભણસાલીની આ ફિલ્મો અટકાયેલી છે
સંજય લીલા ભણસાલી પહેલા સલમાન ખાન અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ઇન્શાઅલ્લાહ બનાવવાના હતા. પણ કોઇક કારણસર સલમાન ખાને આ ફિલ્મ કરવાની ના પાડીય તો કેટલીક રિપોર્ટ્સ પ્રમાણે આલિયા સંજયના બીજા પ્રૉજેક્ટ ગંગૂબાઈ કાઠિયાવાડીમાં ગંગૂબાઈના પાત્રમાં જોવા મળશે.

તાજેતરમાં થયેલી ચર્ચા પ્રમાણે ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે કાર્તિક આર્યનને મેલ લીડમાં લેવામાં આવશે. જોકે આ વાતની ઑફિશિયલ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

1952માં આવી ચૂકી છે બૈઝૂ બાવરા
નોંધનીય છે કે 1952માં વિજય ભટ્ટના નિર્દેશનમાં ફિલ્મ બૈઝૂ બાવરા રિલીઝ થઈ હતી. મીના કુમારી અને ભરત ભૂષણ સ્ટારર આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મ એક ગાયક બૈઝૂની સ્ટોરી છે, જેમાં તે અકબરના નવ રત્નોમાંના એક રત્ન તાનસેનને ગાયિકીમાં હરાવવાનું લક્ષ્ય રાખે છે.

sanjay leela bhansali diwali bollywood bollywood news bollywood gossips