Video: દિશા પટણીના આ ડાન્સિંગ મૂવ્ઝ જોઈને આંખો રહી જશે ખુલ્લી

23 June, 2019 04:12 PM IST  | 

Video: દિશા પટણીના આ ડાન્સિંગ મૂવ્ઝ જોઈને આંખો રહી જશે ખુલ્લી

દિશા પટણી બોલીવુડની સફળ એક્ટ્રેસમાંથી એક

દિશા પટણી બોલીવુડની સફળ એક્ટ્રેસમાંથી એક છે. દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દિશા અવારનવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટોઝ, વર્કઆઉટ અને ડાન્સના વીડિયો શૅર કરતી જોવા મળે છે. દિશા પટણીની ફિટનેસને લઈને તેના ડાન્સિંગ મૂવ્સને ફેન્સ પણ પસંદ કરે છે. ફિલ્મ ‘ભારત’માં સલમાન ખાન સાથે સ્લો મોશન ગીતમાં દિશા પટણીએ પોતાના ડાન્સથી દર્શકોનું મનોરંજન કરાવતી જોવા મળી હતી.

દિશા પટણીએ હાલમાં જ એક સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો જેના કારણે ફરી ચર્ચામાં આવી હતી. વીડિયોમાં દિશા પોતાના ડાન્સિંગ કિલર મૂવ્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં દિશા કોઈ સ્ટૂડિયોમાં ડાન્સ કરતી જોવા મળી હતી. દિશાએ રેડ શોર્ટ્સ સાથે બ્લેક ક્રોપ ટોપ પહેર્યું હતું. દિશાની પાછળ એક કોરિયોગ્રાફર પણ ડાન્સ કરતી જોવા મળી હતી. દિશા વીડિયો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું કે, 'Chilling with my lovely @dimplekotecha choreography @lando_coffy'

આ પણ વાંચો: ભત્રીજાઓ સાથે મસ્તીએ ચડ્યો સલમાન ખાન, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે, ભારતની સફળતા પછી દિશા પટણી પોતાની આગામી ફિલ્મ મલંગને લઈને વયસ્ત જોવા મળી રહી છે. આ ફિલ્મમાં દિશા સાથે આદિત્ય રૉય કપૂર પણ જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ મલંગમાં એક સીન શૂટ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ હતી અને મેડિકલ ટ્રીટમેન્ટ લીધી હતી અને હાલ તે ઠીક છે. ફિલ્મ મલંગમાં દિશા પટણી ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે. હાલ દિશા પટણી અને આદિત્ય રૉય કપૂર હાલ સ્વિમિંગની ટ્રેનિંગ લઈ રહ્યા છે.

Disha Patani bollywood gossips gujarati mid-day