ભત્રીજાઓ સાથે મસ્તીએ ચડ્યો સલમાન ખાન, જુઓ વીડિયો

Published: Jun 23, 2019, 15:08 IST | મુંબઈ

સલમાન ખાનને પણ બાળકો ખૂબ જ ગમે છે, તે બાળકો સાથે હેન્ગ આઉટ કરતો પણ જોવા મળે છે. તાજેતરમાં જ સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયોઝ શૅર કર્યા છે, જેમાં તે પોતાના ભત્રીજા સાથે મસ્તી કરતો દેખાી રહ્યો છે.

ભારત રિલીઝ થયા પછી સલમાન ખાન સફળતાના સાતમા આસમાને છે. સલમાનની ભારતે 200 કરોડની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે સલમાનનું ફેન ફોલોઈંગ બાળકોમાં પણ ખૂબ જ છે. ખાસ કરીને તેમના જુદા જુદા રોલના કારણે બાળકો પણ મોટી સંખ્યામાં તેમના ફેન છે. તો એ વાત પણ જગ જાણીતી છે કે સલમાન ખાનને પણ બાળકો ખૂબ જ ગમે છે, તે બાળકો સાથે હેન્ગ આઉટ કરતો પણ જોવા મળે છે. તાજેતરમાં જ સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયોઝ શૅર કર્યા છે, જેમાં તે પોતાના ભત્રીજા સાથે મસ્તી કરતો દેખાી રહ્યો છે.

સલમાન ખાને પોસ્ટ કરેલા પહેલા વીડિયોમાં તેના ભત્રીજા નિર્વાન અને અરહાન દેખાઈ રહ્યા છે. નિર્વાન સોહેલ ખાન અને સીમા ખાનનો પુત્ર છે, જ્યારે અરહાન મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર છે. સલમાન ખાને આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે,'Nirvaan vs Arhaan...'

 
 
 
View this post on Instagram

Nirvaan vs Arhaan ...

A post shared by Salman Khan (@beingsalmankhan) onJun 22, 2019 at 12:12pm PDT

આ વીડિયોમાં સલમાન ખાન પણ નાના બાળકની જેમ ક્યુરિયસ થઈને તેના ભત્રીજાઓની રમત જોઈ રહ્યો છે. સાથે જ તે રેફરી પણ બન્યો છે. સલમાન ખાન આ સાથે જ ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે.

અન્ય એક વીડિયોમાં સલમાન ખાન પોતાના ભત્રીજા અરહાન સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. જુઓ વીડિયો

 
 
 
View this post on Instagram

Arhaan vs me ..

A post shared by Salman Khan (@beingsalmankhan) onJun 22, 2019 at 12:16pm PDT

બાદમાં સલમાન ખાન અલવીરા ખાન અગ્નિહોત્રી અને અતુલ અગ્નિહોત્રીના પુત્ર અને પોતાના ભત્રીજા અયાન સાથે પણ રમતો દેખાઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Ayaan vs me ..

A post shared by Salman Khan (@beingsalmankhan) onJun 22, 2019 at 12:17pm PDT

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારત રિલીઝ થઈ હતી. ઈદના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મ 200 કરોડને પાર પહોંચી ચૂકી છે. આ ફિલ્મ સલમાન ખાનના કરિયરની સૌથી મોટી ઓપનિંગ રહી છે. આ ઉપરાંત સલમાન ખાન હાલ દબંગ 3 અને સંજય લીલા ભણસલાની ફિલ્મ ઈન્શાહઅલ્લાહનું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ છે. આ ફિલ્મ સાથે સલમાન ખાન સંજય લીલા ભણસાલી સાથે 19 વર્ષ બાદ કામ કરી રહ્યો છે. બંનેએ છેલ્લે 1999માં હમ દિલ દે ચૂકે સનમમાં સાથે કામ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK