ડિરેક્ટર્સ હંમેશાં મારા પાત્રોને લઈને એક્સપરિમેન્ટ્સ કરતા રહે છે: જૅકી

12 May, 2021 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકી શ્રોફ ૧૩ મેએ રિલીઝ થઈ રહેલી ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં જોવા મળશે

જૅકી શ્રોફ

જૅકી શ્રોફનું કહેવું છે કે ફિલ્મમેકર્સ હંમેશાં તેમની સાથે એક્સપરિમેન્ટ્સ કરતાં રહે છે અને તેઓ તેમને અનુસરે છે. જૅકી શ્રોફ ૧૩ મેએ રિલીઝ થઈ રહેલી ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં જોવા મળશે. તેમના પાત્ર વિશે વાત કરતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘મને એ ખૂબ જ પસંદ છે. ડિરેક્ટર્સ હંમેશાં મારી સાથે એક્સપરિમેન્ટ્સ કરતા રહે છે. મેં ‘ઓકે કમ્પ્યુટર’, ‘ફોન ભૂત’, ‘હેલો ચાર્લી’, ‘ક્રિમિનલ જસ્ટિસ’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મો કરી છે. હું ફક્ત એક દરિયાની લહેરની સાથે વહી રહ્યો છું. હું નસીબદાર છું કે મને ‘રાધે’ જવી ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મળ્યો. એ કરવાની ઘણી મજા આવી હતી.’

entertainment news bollywood bollywood news jackie shroff upcoming movie radhe