તબુ અને કરીના સાથે દેખાશે દિલજિત દોસાંજ

01 February, 2023 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજેશ ક્રિશ્નન એને ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મને એકતા કપૂર, અનિલ કપૂર અને રિયા કપૂર સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

દિલજિત દોસંજ

દિલજિત દોસાંજ ‘ધ ક્રૂ’માં તબુ, કરીના કપૂર ખાન અને ક્રિતી સૅનન સાથે દેખાવાનો છે. આ એક કૉમેડી ફિલ્મ હશે. એમાં ઍરલાઇન ઇન્ડસ્ટ્રીની સ્ટ્રગલ દેખાડવામાં આવશે. ત્રણ મહિલાઓની આ સ્ટોરી છે. લાઇફમાં આગળ વધવાના પ્રયાસમાં તેઓ એક અણધારી સ્થિતિમાં મુકાઈ જાય છે અને એક જાળમાં ફસાઈ જાય છે. રાજેશ ક્રિશ્નન એને ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મને એકતા કપૂર, અનિલ કપૂર અને રિયા કપૂર સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. માર્ચમાં એનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મમાં દિલજિતની એન્ટ્રી વિશે રિયાએ કહ્યું કે ‘દિલજિતને આ ફિલ્મમાં કાસ્ટ કરવાને લઈને અમે અતિશય ખુશ છીએ. આ ફિલ્મ અન્ય ફિલ્મ કરતાં અલગ હશે. ફિલ્મના કલાકારો અને હું લોકોને યાદગાર અને જોશસભર મનોરંજક ફિલ્મ દેખાડવા આતુર છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood tabu kareena kapoor diljit dosanjh kriti sanon