રણબીર કપૂરને સાઇકલ ગિફ્ટ કરી આલિયાએ?

09 October, 2020 07:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરને સાઇકલ ગિફ્ટ કરી આલિયાએ?

રણબીર કપૂર

રણબીર કપૂર હાલમાં બાંદરામાં બૅટરીથી ચાલતી સાઇકલ પર જોવા મળ્યો હતો. તે મમ્મી નીતુ કપૂરને કંપની આપી રહ્યો હતો. નીતુ કપૂર કારમાં હતી, જ્યારે રણબીર સાઇકલ પર હતો. તેને આ સાઇકલ આલિયા ભટ્ટે ગિફ્ટ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. રણબીરનો ફેવરિટ નંબર ૮ છે અને એ સાઇકલ પર દેખાઈ રહ્યો છે. આલિયાએ જ્યારે તેના બૉયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા આપી ત્યારે પોસ્ટમાં પણ તેણે ૮ નંબરનો ઉપયોગ કર્યો હતો. આથી રણબીરને બર્થ-ડે ગિફ્ટ તરીકે આ સાઇકલ આલિયાએ ગિફ્ટ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips ranbir kapoor alia bhatt