‘અતરંગી રે’ બાદ બૉલીવુડમાં અન્ય બે પ્રોજેક્ટ સાઇન કર્યા ધનુષે

26 January, 2022 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે સાઉથમાં ઘણી હિટ અને સારી-સારી ફિલ્મો આપી છે

ધનુષ

ધનુષે ‘અતરંગી રે’ બાદ બૉલીવુડમાં વધુ બે ફિલ્મ સાઇન કરી હોવાની ચર્ચા છે. આનંદ એલ. રાયની ‘અતરંગી રે’માં તેની સાથે સારા અલી ખાન અને અક્ષયકુમારે કામ કર્યું હતું. તેણે સાઉથમાં ઘણી હિટ અને સારી-સારી ફિલ્મો આપી છે. છેલ્લાં ત્રણ–ચાર વર્ષમાં તે ખૂબ જ અદ્ભુત ફિલ્મો આપી રહ્યો છે. ‘અતરંગી રે’ અને ‘રાંઝણા’ બાદ ધનુષ અને આનંદ એલ. રાય હવે એક ઍક્શન લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે. આ એક સંપૂર્ણ કમર્શિયલ ફિલ્મ હશે. આ સિવાય ધનુષે અન્ય એક પ્રોડક્શન હાઉસની મોટી ફિલ્મ પણ સાઇન કરી છે. આ બન્ને ફિલ્મની જાહેરાત ક્યારે થાય છે એ જોવું રહ્યું.

entertainment news bollywood bollywood news bollywood gossips dhanush