કરીના-દીપિકાના ડિઝાઇનર સ્વપ્નિલ શિંદેએ કરાવ્યું સેક્સ ચેન્જ, જાણો વધુ

07 January, 2021 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કરીના-દીપિકાના ડિઝાઇનર સ્વપ્નિલ શિંદેએ કરાવ્યું સેક્સ ચેન્જ, જાણો વધુ

તસવીર સૌજન્ય જાગરણ ટાઇમ્સ

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફેશન ડિઝાઇનર સ્વપ્નિલ શિંદેએ એક ઇમોશનલ પોસ્ટ દ્વારા પોતાના લિંગ પરિવર્તન વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે તે હવે ટ્રાન્સવુમન છે, જેનું નામ સાયશા શિંદે છે. જણાવવાનું કે સ્વપ્નિલ શિંદે કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, હિના ખાન, શ્રદ્ધા કપૂર, સની લિયોની અને અનુષ્કા શક્મા સહિત અનેક બૉલીવુડ સેલેબ્સ માટે કપડા ડિઝાઇન કરે છે. 'ફેશન' ફિલ્મની કૉસ્ટ્યૂમ ડિઝાઇનર સાયશા શિંદેએ ટ્રાન્સવુમન બનવાને લઈ લખ્યું છે કે, 'સાયશાનો અર્થ થાય છે કે સાર્થક જીવન અને હું મારું જીવન ખાસ રીતે સાર્થક કરવાની યોજના બનાવું છું.'

સાયશા ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ શૅર કરીને લખે છે કે, "મૂળની પરવા કર્યા વગર, કોઇપણ વસ્તુ એવી હશે જે તમને તમારા બાળપણની યાદ અપાવશે. મારી માટે, એકલતા છે જે મને તકલીફ આપે છે. એક એવું પ્રેશર છે, જેણે મને એકલતા તરફ ધકેલી અને દરેક પળે ભ્રમની સ્થિતિ જન્માવી. સ્કૂલથી લઈને કૉલેજ સુધી, છોકરાઓએ મને સતાવ્યો, કારણકે હું અલગ હતી. આંતરિક પીડા ખૂબ જ ખતરનાક હોય છે, અને હતીએ ખરી. રિયાલીટિ જીવવામાં હંમેશાં ગૂંગળામણ અનુભવતી હતી, આ જાણીને પણ જે હું પોતાને તે બતાવું છું જે હું હકીકતે નથી. સામાજિક અપેક્ષાઓ અને માનદંડને કારમે મારે દરરોજ પોતાને સાબિત કરવું પડતું હતું."

સાયશા આગળ લખે છે કે લગભગ 20 વર્ષની ઉંમરમાં જ્યારે ભણવા માટે NIFT પહોંચી, ત્યારે મારામાં પોતાને સ્વીકાર કરવાનો સાહસ આવ્યો. હું ખરેખર ખીલી ઉઠી. અમુક વર્ષો સુધી હું પુરુષો પ્રત્યે આકર્ષિત થઈ, કારણકે હું સમલૈંગિક હતી. પણ લગભગ છ વર્ષ પહેલા મેં રિયલ લાઇફમાં મારી હકીકત સ્વીકારી અને આજે હું આ વાત સમજી ગયો છું કે હું સમલૈંગિક નથી. હું એક ટ્રાન્સવુમન છું.

સાયશાએ આ પોસ્ટ પછી ટ્રાન્સવુમન બન્યા પછી પોતાની એક તસવીર શૅર કરી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાતચીતમાં સાયશા કહે છે કે જે પ્રેમ તેમને પરિવાર અને મિત્રો પાસેથી મળ્યો, તેની માટે તે આભારી છે. તે કહે છે કે હું સરપ્રાઇઝ્ડ અને શૉક્ડ, બન્ને છું, મને લાગે છે કે જ્યારે હું આવી રીતે બહાર આવીશ તો સોશિયલ મીડિયા પર મને ખૂબ જ ટ્રોલ કરવામાં આવશે, પણ અત્યાર સુધી એકપણ નેગેટિવ કૉમેન્ટ નથી આવી. મને ઘણી પૉઝિટીવ કૉમેન્ટ્સ આવી છે, ફક્ત LGBTQ કૉમ્યુનિટીમાંથી જ નહીં, પણ મહિલાઓ તરફથી પણ. તે લખે છે કે કેવી રીતે આ ન્યૂઝ તેમની અંદરના ડરને ખતમ કરે છે અને પોચાને સ્વીકારવા માટે પ્રેરિત કરે છે. પોતાનું જીવન પોતાની રીતે જીવવા માટે પ્રેરિત કરે છે.

પિતાને આ જર્નીની ક્રેડિટ આપતા સાયશા કહે છે કે સોશિયલ મીડિયા પોસ્ટ લખતા મેં પોતાનો સ્વીકાર કર્યો છે, તે પણ છ વર્ષ પહેલા. ત્યારથી મારો પરિવાર જે એક રૂઢિવાદી મહારાષ્ટ્રિયન પરિવાર છે, તે મારા સપોર્ટમાં ઊભો રહ્યો છે. દરેક નિર્ણય લેવામાં તેણે મારો સાથ આપ્યો છે. મારા પિતાજી મારી સાથે રહ્યા, પણ તેમણે મને બેસ્ટ સર્જન વિશે પણ માહિતી આપી. તે મને કહ્યા કરતા કે તે મારી સાથે છે અને મારી માટે આથી મોટી વાત અન્ય કોઇ હોઇ જ ન શકે.

સાયશા માટે આ જર્ની મુક્તિ અપાવનારી હતી. તેમની સામે ફક્ત એક ચેલેન્જ હતી, તે એ કે પબ્લિક સામે તેમણે પોતાની આખી નવી ઓળખ મૂકવાની હતી. સાયશાએ આ વિશે વાત કરતા કહ્યું તે, "મેં મારા ઇન્ડસ્ટ્રીના અનેક મિત્રો સાથે આ વિશે વાત કરી. મોટાભાગનાએ મને કહ્યું કે મારે પોતાની આ ઓળખ છુપાવી રાખવી જોઇએ, કારણકે સેક્સ્યુઆલિટી વિશે વાત કરવું ગુના જેવું છે. હું મારી સાથે લડી રહી હતી, એ વિચારીને હેરાન થતી હતી કે શું મને પોતાની સાચ્ચી ઓળખ જાહેર કરવી જોઇએ? મારી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું. લૉકડાઉન દરમિયાન એક સમય એવો હતો જ્યારે મોટા ભાગના લોકો એકલા રહેતા હતા અને પોતાના ડરનો સામનો કરી રહ્યા હતા. મારી સામે પણ એ સવાલ આવ્યો અને મેં નક્કી કર્યું હું સામે આવીને લોકોને ઇન્સ્પાયર કરી શકું છું, ખાસતો એમને જેમની પાસે વિશેષાધિકાર નથી જે મારી પાસે છે. જ્યારે મેં આ નક્કી કર્યું, ત્યારે મારી અંદરનો ડર ખતમ થઈ ગયો. મારી માટે આ આખી જર્ની ખૂબ જ સુંદર હતી."

bollywood bollywood news bollywood gossips kareena kapoor deepika padukone