‘જયેશભાઈ જોરદાર’ની ફેવરમાં દિલ્હી હાઈ કોર્ટ

10 May, 2022 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક ગર્ભવતી મહિલાને રૂટીન ચેકઅપ માટે સોનોગ્રાફી મશીનના સેન્ટરમાં લઈ જવામાં આવે છે. એ તો કોઈ પણ પ્રકારના બંધન વગર કરી શકાય છે.’

જયેશભાઈ જોરદાર

દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસનું કહેવું છે કે રણવીર સિંહની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં ગર્ભમાં છોકરો છે કે છોકરી એનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે એ દૃશ્યને  સેન્સર બોર્ડે કોઈ પણ વાંધો ઉઠાવ્યા વગર ફિલ્મને પાસ કરી દીધી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. એને જોતાં ‘યુથ અગેઇન્સ્ટ ક્રાઇમ’ દ્વારા એક અપીલ દાખલ કરવામાં આવી છે. જનહિતની અરજીના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ નવીન ચાવલાએ આ કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે ‘ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે મહિલાને ડૉક્ટર પાસે ગુપ્ત રીતે લઈ જવામાં આવે છે. જોકે દરેક ગર્ભવતી મહિલાને રૂટીન ચેકઅપ માટે સોનોગ્રાફી મશીનના સેન્ટરમાં લઈ જવામાં આવે છે. એ તો કોઈ પણ પ્રકારના બંધન વગર કરી શકાય છે.’

મારા કામ વિશે રીઍક્શન આપવામાં દીપિકા પ્રામાણિક છે : રણવીર

રણવીર સિંહનું કહેવું છે કે દીપિકા પાદુકોણ તેના કામ માટે જે પણ રીઍક્શન આપે છે એ પ્રામાણિક હોય છે. તેની ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ૧૩ મેએ થિયેટર્સમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં તે ગુજરાતીના રોલમાં દેખાવાનો છે. તેની સાથે બમન ઈરાની, રત્ના પાઠક શાહ અને શાલિની પાન્ડે લીડ રોલમાં દેખાશે. વાઇફનાં સ્પષ્ટ મંતવ્યોને લઈને રણવીરે કહ્યું કે ‘તે જે કંઈ પણ કહે છે એ સીધું મારા દિલમાં ઊતરી જાય છે. ‘83’ બાદ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર જોયા બાદ તેણે મને કહ્યું કે મને નથી લાગતું કે મેં તને આવો કદી જોયો હોય. તું જે પણ કરે છે એ અભૂતપૂર્વ હોય છે, કારણ કે ખરેખર તો તું મેઇનસ્ટ્રીમનો છે આમ છતાં સમયની સાથે તું જે અનોખાં પાત્રો ભજવે છે મને નથી લાગતું કે કોઈ મેઇનસ્ટ્રીમ ઍક્ટર રેફરન્સ પૉઇન્ટ સાથે આવાં અનોખાં કૅરૅક્ટર ભજવી શકે. તું એ લેવલ પર પહોંચી ગયો છે જે બેજોડ છે. આવું તેણે મને કપિલ દેવના રોલમાં જોયા બાદ કહ્યું હતું અને ફરીથી એ જ વાત તેણે મને જયેશના અવતારમાં જોઈને કહી હતી.’

bollywood news bollywood bollywood gossips entertainment news jayeshbhai jordaar ranveer singh