‘પઠાન’માં દીપિકા પણ કરશે ભરપૂર ઍક્શન

27 July, 2021 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે પહેલી વાર ઇન્ડિયન સિનેમામાં ઍક્શન અવતારમાં જોવા મળશે

દીપિકા પાદૂકોણ

દીપિકા પાદુકોણ હવે શાહરુખ ખાનની ‘પઠાન’માં ઍક્શન કરતી જોવા મળશે. તે હૉલીવુડની ફિલ્મ ‘xxx’માં પણ ઍક્શન કરતી જોવા મળી હતી. તે પહેલી વાર ઇન્ડિયન સિનેમામાં ઍક્શન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જૉન એબ્રાહમ અને શાહરુખ ખાન પણ કામ કરી રહ્યા છે. તે હાલમાં ‘પઠાન’નાં ઍક્શન દૃશ્યોનું શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ મુંબઈમાં જ થઈ રહ્યું છે. તે ‘પઠાન’ અને શકુન બત્રાની ફિલ્મનું પણ શૂટિંગ કરી રહી છે. આ બન્ને ફિલ્મના શૂટિંગ વચ્ચે તે ઝોલાં ખાઈ રહી છે. આ સિવાય પણ તેની પાસે પ્રભાસ સાથેની ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની રીમેક અને ‘ફાઇટર’ છે.

deepika padukone bollywood news entertainment news