શાહરુખ સાથે ‘જવાન’માં દેખાશે દીપિકા પાદુકોણ?

24 June, 2022 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખનું રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યું છે

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ‘જવાન’માં શાહરુખ ખાન સાથે નાનકડી ભૂમિકામાં દેખાશે એવી ચર્ચા ચાલી રહી છે. એટલીના ડિરેક્શનમાં બનનારી આ ઍક્શનથી ભરપૂર ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, રાણા દગુબટ્ટી, સુનીલ ગ્રોવર અને નયનતારા જોવા મળશે. શાહરુખનું રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યું છે. તાજેતરમાં જ શાહરુખ હૈદરાબાદ ગયો હતો જ્યાં દીપિકા તેની ‘પ્રોજેક્ટ K’નું શૂટિંગ કરી રહી હતી. તેમની વચ્ચે ફિલ્મને લઈને ચર્ચા પણ થઈ છે. એથી દીપિકા આ ફિલ્મમાં સ્પેશ્યલ રોલ માટે તૈયાર થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, પરંતુ પેપરવર્ક હજી બાકી છે. શાહરુખ અને દીપિકા ‘પઠાન’માં પણ જોવા મળવાનાં છે. ‘જવાન’ની ઝલક થોડા સમય પહેલાં જ દેખાડવામાં આવી હતી. એમાં શાહરુખ ખૂબ ભયાવહ દેખાઈ રહ્યો હતો. આ ફિલ્મ આવતા વર્ષે બીજી જૂને રિલીઝ કરવામાં આવશે. દીપિકા આ ફિલ્મમાં જોવા મળે છે કે નહીં એ તો આવનાર સમય જ જણાવશે.

entertainment news bollywood bollywood news upcoming movie Shah Rukh Khan deepika padukone