શું ગોવા પહોંચી ગઈ છે દીપિકા?

20 September, 2020 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું ગોવા પહોંચી ગઈ છે દીપિકા?

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ તેની ફિલ્મના શૂટિંગ માટે ગોવા પહોંચી ગઈ હોય એવું લાગી રહ્યું છે. તે ડિરેક્ટર શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ ગોવામાં કરવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાન્ડે પણ જોવા મળશે. ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ અનટાઇટલ ફિલ્મ વિશે વધુ માહિતી નથી મળી શકી. તાજેતરમાં જ દીપિકાએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં પોતાનાં કમિટમેન્ટ્સ પૂરાં કરવાનું નક્કી કર્યું હતું. ગોવાનાં નારિયેળનાં ઝાડના ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ૩ દિવસ બાકી છે.

entertainment news bollywood bollywood news deepika padukone goa