રણવીર સિંહને ટૅગ કરી દીપિકા પાદુકોણે શૅર કર્યા આ ફની મીમ

17 September, 2019 06:11 PM IST  |  મુંબઈ ડેસ્ક

રણવીર સિંહને ટૅગ કરી દીપિકા પાદુકોણે શૅર કર્યા આ ફની મીમ

દીપિકા પતિ રણવીર સિંહ સાથે

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં જ રણવીર સિંહને ટેગ કરતાં એક મીમ શૅર કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થયો હતો. આ મીમમાં એક છોકરો અને એક છોકરી જમતાં દેખાય છે આ ફની મીમ શૅર કરતાં દીપિકાએ રણવીરને કહ્યું હતું કે "આ અમે છીએ." આના પર રણવીર સિંહે સરસ મજાનો જવાબ આપ્યો હતો.

હવે દીપિકાએ પતિ રણવીર સિંહને એક વધુ મીમમાં ટેગ કર્યા છે. આ ફની મીમમાં બે સસલાં દેખાય છે. બન્ને સસલાં સવારે વહેલા ઉઠવાની વાત કરે છે. એક્ટ્રેસે આ મીમમાં પતિને ટૅગ કરતાં લખ્યું, "આ પણ અમે છીએ." રણવીરે દીપિકાના આ મીમ પર પણ મજેદાર જવાબ આપ્યો છે. એક્ટરે કોમેન્ટ કરતાં લખ્યું, "હા ઘણું સાચું"

આ પહેલા દીપિકાએ જે મીમ શૅર કર્યો હતો જેમાં બે કાર્ટૂન (એક છોકરો-એક છોકરી) દેખાતાં હતા. તે મીમમાં દેખાતું હતું કે છોકરાએ પોતાનું જમવાનું જમી લીધું છે અને છોકરી પોતાનું જમવાનું પૂરું કરી શકતી નથી. પછી આગળ દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે છોકરી પોતાનું જમવાનું પણ છોકરાને જમાડી દે છે. આ કાર્ટૂનને લઈને દીપિકાએ કહ્યું હતું કે અમે પણ એવા જ છીએ, અને રણવીર સિંહને આમાં ટૅગ કર્યો હતો. જેના પર રણવીરે કોમેન્ટ કર્યું હતું, Hahahahahaha! BASICCC...

આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

બન્નેના વર્કફ્રન્ટની વાત કરીએ તો બન્ને હાલ પોતાની અપકમિંગ ફિલ્મ '83'ની શૂટિંગમાં વ્યસ્ત છે. દીપિકા-રણબીર લગ્ન પછી પહેલી વાર એકસાથે કોઇક ફિલ્મમાં જોવા મળશે. 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત પર બનેલી આ ફિલ્મમાં દીપિકા, રણવીર સિંહની પત્ની બનશે. ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે અને દીપિકા પાદુકોણ તેની પત્ની બનશે.

bollywood bollywood events ranveer singh deepika padukone bollywood news bollywood gossips