22 April, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂરની ફાઇલ તસવીર
રણબીર કપૂર હાલમાં ‘લવ એન્ડ વૉર’ અને ‘રામાયણ’માં કામ કરી રહ્યો છે. જોકે તે આ બન્ને ફિલ્મોનું કામ આ વર્ષે ઑક્ટોબર સુધી આટોપીને તેની આગામી ફિલ્મો ‘બ્રહ્માસ્ત્ર 2’ અને ‘ધૂમ 4’માં કામ કરવાની શરૂઆત કરવાનો હતો. આમાંથી ‘બ્રહ્માસ્ત્ર 2’માં તો રણબીરની સાથે દીપિકા પાદુકોણને લેવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. જોકે દીપિકાની પ્રેગ્નન્સીની જાહેરાત પછી હવે તેની જગ્યાએ કોઇ બીજી હિરોઇનને લેવાની ચર્ચા ચાલી રહી છે.
રિપોર્ટ્સ મુજબ ‘ઍનિમલ પાર્ક’ શરૂ કરતાં પહેલાં રણબીર આ બન્નેમાંથી કોઈ એક ફિલ્મ પર કામ શરૂ કરશે. એના માટે તે અલગ-અલગ સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે, જેથી યોગ્ય પ્રોજેક્ટ પસંદ કરી શકે. જોકે ‘ધૂમ 4’ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેના માટે હજી ડિરેક્ટર ફાઇનલ થયો નથી. બીજી તરફ ‘બ્રહ્માસ્ત્ર 2’ના કાસ્ટિંગને લઈને કેટલીક મુશ્કેલીઓ ચાલી રહી છે.