બહોત ખૂબ

05 October, 2022 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅરિસ ફૅશન વીકમાં દીપિકા પાદુકોણનો અંદાજ ખૂબ આકર્ષક હતો

દીપિકા પાદુકોણ

પૅરિસ ફૅશન વીકમાં દીપિકા પાદુકોણનો અંદાજ ખૂબ આકર્ષક હતો. આ ઇવેન્ટમાં તેણે લુઈ વિત્તોંની વિમેન્સવેઅરની બ્રૅન્ડને પ્રેઝન્ટ કરી હતી. દીપિકાના ફૅન્સ વિશ્વભરમાં ફેલાયેલા છે. દીપિકાને હાલમાં જ ઇન્ટરનૅશનલ જ્વેલરી બ્રૅન્ડની ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે. એથી તેના હસબન્ડ રણવીર સિંહે તેને માય ક્વીન કહી હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips deepika padukone