દીપિકાએ રણવીર સિંહ અને રણબીર કપૂર સાથે જોડાયેલ આ મામલે કર્યો ખુલાસો

14 October, 2019 01:45 PM IST  |  મુંબઈ ડેસ્ક

દીપિકાએ રણવીર સિંહ અને રણબીર કપૂર સાથે જોડાયેલ આ મામલે કર્યો ખુલાસો

દીપિકા પાદુકોણ સાથે રણવીર સિંહ

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પતિ રણવીર લગ્ન બાદ ઘણા વિષયોને લઇને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. પણ અત્યારે આ બંનેની ચર્ચામાં હવે રણબીર કપુરનું નામ જોડાયું છે. મળી રહેલ માહિતી પ્રમાણે મુંબઇમાં ચાલતાં મામી ફિલ્મ ફેસ્ટિવલના ઓપનિંગ સેશનમાં મામી ના નવા અધ્યક્ષ ફિલ્મ સમીક્ષક રાજીવ મસંદ અને ફેસ્ટિવલ ડાયરેક્ટર અનુપમા ચોપડાએ અભિનેત્રી દીપિકા સાથે વાતચીત શરૂ કરી હતી. આ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર દીપિકાની પાંચ ભૂમિકાઓ પર હતું. પણ ચર્ચા દરમ્યાન દીપિકા પાદુકોણે રણબીર કપૂર અને રણવીર સિંહના નામે કામ કરવાના અંતર વિશે પણ વાત કરી.

મહત્વનું છે કે રણબીર કપુર દીપિકાનો એક્સ બૉયફ્રેન્ડ રહી ચૂક્યો છે. જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે તેના બે સહકલાકારો રણબીર કપૂર અને રણવીર સિંહ સાથે કામ કરવાની પદ્ધતિમાં કેટલો ફરક છે?

તો દીપિકાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું, "રણબીર પાસે હકીકતે કોઇ જ પ્રતિક્રિયા નથી, તે ખૂબ જ સહજ છે. મે હકીકતે ક્યારેય તેના કોઇપણ પાત્ર માટે 'તૈયાર' થતાં નથી જોયું. આ મામલે તે મારા જાવો છે. અમારો દ્રષ્ટિકોણ પણ આ મામલે સમાન છે. કે 50 ટકા પૂર્વાભ્યાસ અને 50 ટકા સહજતા હોય. બીજી તરફ રણવીર હકીકતે ખૂબ જ તૈયારી કરે છે. તે આ પ્રક્રિયામાં સામેલ થઈ જાય છે. તે ભૂમિકા માટે બધું જ બદલી નાખે છે. તેમાં કારથી લઈને કપડાં અને પર્ફ્યુમ પણ સામેલ છે. તે દર છ મહિને એક અલગ વ્યક્તિ હોય છે. કદાચ એ જ કારણ છે અમારું રિલેશન આટલા લાંબા સમય સુધી ચાલવાનું કારણ જ એ છે કે હું ક્યારેય કંટાળાતી નથી."

આ અવસરે દીપિકાએ 'યે જવાની હૈ દીવાની'માં કામ કરવાના પોતાના અનુભવ વિશે પણ જણાવ્યું. દીપિકાએ નિર્દેશક અયાન મુખર્જીના કામ કરવાની રીત પર પોતાનો મત આપ્યો. દીપિકા કહે છે, "અયાનને સેટ પર અનુશાસન પાળવું પસંદ છે. સીન સ્ક્રીન પર મજેદાર હોવું જોઈએ. પણ સ્ક્રીનની બહાર કલાકારોની મસ્તી તેમને પસંદ ન હતી."

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

દીપિકાએ આગળ કહ્યું, "નૈનાની ઑન-સ્ક્રીન જર્ની મને ખૂબ જ સરસ લાગી. તે કંઇક એવી હતી જે મને ખૂબ જ પસંદ આવી. મને નૈનાનું પાત્ર ભજવવાનો આનંદ આવ્યો. મેં તેનામાં અને મારામાં ખૂબ જ સમાનતા જોઈ છે. નૈનાનો વિકાસ કેટલીક બાબતોમાં મારા જેવો છે. તેથી તેના આ પાત્રને ભજવવો મારા માટે જરાપણ મુશ્કેલ ન હતો."

ranveer singh ranbir kapoor deepika padukone bollywood bollywood news bollywood gossips