મૈં તો મેરે પાપા કી કાર્બન કૉપી

10 September, 2026 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દીકરી દુઆ સાથેની તસવીરો શૅર કરતાં મોટા ભાગના ફૅન્સને તે પપ્પા જેવી વધારે લાગે છે

રણવીર સિંહ અને દુઆ પાદુકોણ સિંહ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બીજી વખત પેરન્ટ્સ બનવા જઈ રહ્યાં છે. આ કપલે આ વર્ષની શરૂઆતમાં પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. મંગળવારે દુઆની બીજી વર્ષગાંઠે બન્નેએ સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર મૅટરન‌‌િટી ફોટોશૂટની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તેમની દીકરી દુઆની ક્યુટનેસે બધાનાં દિલ જીતી લીધાં હતાં.
હવે સોશ્યલ મીડિયા પર લોકો દીપિકા અને રણવીરની બાળપણની તસવીરોની સરખામણી દુઆની નવી તસવીરો સાથે કરી રહ્યા છે. આ તસવીરો જોયા બાદ મોટા ભાગના ફૅન્સનું માનવું છે કે દુઆ એકદમ રણવીર-પપ્પાની કાર્બન કૉપી લાગે છે. ઘણા લોકોએ રણવીર અને દુઆના બાળપણમાં દાંત એકસરખા હોવાની વાત પણ હાઇલાઇટ કરી છે. 

ranveer singh deepika padukone entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood