‘પ્રોજેક્ટ K’ના સેટ પર રાજકુમારી કહેવામાં આવી દીપિકા પાદુકોણને

06 December, 2021 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગ અશ્વિનની આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ના શૂટિંગ માટે હૈદરાબાદ પહોંચતાં જ તેનું સ્વાગત કરતાંની સાથે જ તેને રાજકુમારી કહેવામાં આવી હતી. નાગ અશ્વિનની આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. શૂ​ટિંગ માટે હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં સ્પેશ્યલ સેટ બનાવવામાં આવ્યો છે. દીપિકા હૈદરાબાદ પહોંચતાં જ વૈજયંતી મૂવીઝે તેને ગિફ્ટ આપવાની સાથે જ એક સ્પેશ્યલ નોટ પણ લખી હતી. એ ગિફ્ટ અને નોટને દીપિકાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી છે. એ નોટમાં લખ્યું છે કે ‘સાઉથની દીકરી, જે આખા વિશ્વના લોકોનાં દિલો પર શાસન કરે છે. દેશની રાજકુમારી. વેલકમ હોમ DP! ચાલ, સાથે મળીને આખા જગતને જીતીએ.’

entertainment news bollywood bollywood news