રણવીરની અસર

26 January, 2022 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં તેના કેટલાક ફોટો શૅર કર્યા હતા

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં તેના કેટલાક ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં તેણે ઝીબ્રા સ્ટાઇલનો બ્લૅક ઍન્ડ વાઇટ ડ્રેસ પહેર્યો હતો. તેનાં કપડાંની સ્ટાઇલને જોઈને લાગ્યું કે તેને પણ તેના પતિ રણવીર સિંહની જેમ અતરંગી કપડાં પહેરવાની અસર લાગી હોય તો નવાઈ નહીં. તે હાલમાં તેની ‘ગહરાઇયાં’ને પ્રમોટ કરી રહી છે. આ પ્રમોશન દરમ્યાન તે જે કપડાં પહેરે છે એને ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કરી રહી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips deepika padukone