શકુન બત્રાની ફિલ્મનું ડબિંગ કરી રહી છે દીપિકા પાદુકોણ

01 December, 2021 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અઠવાડિયે તેની ફિલ્મનું નામ કરવામાં આવશે જાહેર

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ હાલમાં તેની આગામી ફિલ્મનું ડબિંગ કરી રહી છે. તેની આ ફિલ્મ શકુન બત્રા સાથેની છે. દીપિકા હાલમાં એક પછી એક ફિલ્મોમાં કામ કરી રહી છે અને તે આ અઠવાડિયે આ ફિલ્મનું નામ જાહેર કરશે. તેણે થોડા સમય પહેલાં જ શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. તેના પાત્રના પર્ફેક્શન માટે દીપિકાએ યોગની ટ્રેઇનિંગ પણ લીધી હતી. આજકાલ તે આ ફિલ્મનું ડબિંગ કરી રહી છે.

bollywood news bollywood bollywood gossips entertainment news deepika padukone