‘પ્રોજેક્ટ K’ માટે હૈદરાબાદ ઊપડી દીપિકા પાદુકોણ

05 December, 2021 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે લવન્ડર ક્રૉપ બ્લેઝર પૅન્ટ સેટ પહેર્યો હતો

દીપિકા પાદુકો‌ણ

દીપિકા પાદુકો‌ણ તેની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ માટે હૈદરાબાદ પહોંચી ગઈ છે. આ ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરી રહ્યો છે. તે ઍરપોર્ટ પર જોવા મળી હતી. તેણે લવન્ડર ક્રૉપ બ્લેઝર પૅન્ટ સેટ પહેર્યો હતો. ફિલ્મનું પહેલું શેડ્યુલ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ મેગા પ્રોજેક્ટને સી. અશ્વિન દત્ત પ્રોડ્યુસ કરશે. ફિલ્મ ૨૦૨૩માં રિલીઝ થશે. ફિલ્મ માટે હૈદરાબાદની રામોજી ફિલ્મસિટીમાં સ્પેશ્યલ સેટ ઊભો કરવામાં આવ્યો છે. દીપિકાની ફિલ્મની વાત કરીએ તો તે શકુન બત્રાની અનટાઇટલ ફિલ્મમાં દેખાવાની છે. હસબન્ડ રણવીર સિંહ સાથેની તેની ‘83’ ૨૪ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે.

entertainment news bollywood bollywood news upcoming movie hyderabad deepika padukone