જોઈ લો ઇન્દિરાનગરની ગુંડીને

11 April, 2021 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ દ્રવિડે હાલમાં જ એક ઍડમાં પોતાને ઇન્દિરાનગર કા ગુંડા કહ્યો છે

દીપિકા પાદુકો‌ણ

દીપિકા પાદુકો‌ણે પોતાનો બાળપણનો ફોટો શૅર કરીને પોતાને ગુંડી કહી છે. રાહુલ દ્રવિડે હાલમાં જ એક ઍડમાં પોતાને ઇન્દિરાનગર કા ગુંડા કહ્યો છે. એ ઍડનો રેફરન્સ લઈને દીપિકાએ પોતાને ગુંડી કહી છે, કારણ કે તે પોતે પણ બૅન્ગલોરની છે. ફોટોમાં તેણે સ્વેટર, કાનટોપી અને સૉક્સ પહેર્યાં છે અને અંગૂઠો મોઢામાં નાખ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી, ‘ઇન્દિરાનગર કી ગુંડી હૂં મૈં.’

entertainment news bollywood bollywood news deepika padukone