પઠાનનું શૂટિંગ શરૂ કર્યું દીપિકાએ?

24 November, 2020 06:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પઠાનનું શૂટિંગ શરૂ કર્યું દીપિકાએ?

શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘પઠાન’નું શૂટિંગ શરૂ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. થોડા દિવસો પહેલાં તે ડિરેક્ટર શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. ‘પઠાન’ને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યો છે. તાજેતરમાં જ શાહરુખે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હોવાની પણ વાત બહાર આવી હતી. શાહરુખ અને દીપિકાની જોડી આ અગાઉ ‘ઓમ શાંતિ ઓમ’, ‘હૅપી ન્યુ યર’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં પણ જોવા મળી હતી. લોકોને તેમની જોડી ખૂબ પસંદ પડી હતી. એવામાં એક હિન્ટ આપતાં ઇન્સ્ટાસ્ટોરી પર દીપિકાએ લખ્યું હતું કે શુભારંભ. હવે આ શુભારંભ શું છે એ તો દીપકા અને શાહરુખ જ જણાવી શકે.

entertainment news bollywood bollywood news upcoming movie deepika padukone Shah Rukh Khan