‘પઠાન’નું ડબિંગ કરી રહી છે દીપિકા પાદુકોણ

23 September, 2022 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન અને જૉને એબ્રાહમ પણ જોવા મળશે

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે ‘પઠાન’ માટે ડબિંગ શરૂ કરી દીધું છે. દીપિકાએ સોશ્યલ મીડિયા પર એની એક ઝલક પણ શૅર કરી છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન અને જૉને એબ્રાહમ પણ જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પહેલી વાર જૉન અને શાહરુખ સાથે કામ કરી રહ્યા છે. દીપિકા અને શાહરુખે અગાઉ ‘ઓમ શાંતિ ઓમ’, ‘હૅપી ન્યુ યર’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં કામ કર્યું હતું. દીપિકા અને જૉને અગાઉ ‘દેસી બૉય્ઝ’ અને ‘રેસ 2’માં કામ કર્યું હતું. દીપિકાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં ટેબલ પર સ્ક્રિપ્ટ અને માઇક જોઈ શકાય છે. આ ફોટો સાથે તેણે ‘પઠાન’ના હૅશ ટૅગનો ઉપયોગ કર્યો હતો. આથી લાગી રહ્યું છે કે તે ડબિંગ કરી રહી છે.

entertainment news bollywood news bollywood deepika padukone Shah Rukh Khan upcoming movie