News In shorts: બહોત ખૂબસૂરત હો

23 June, 2022 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરીથી સૌનાં દિલ મોહી લેનાર દીપિકા પાદુકોણે સ્પેનની એક ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા

બહોત ખૂબસૂરત હો

બહોત ખૂબસૂરત હો

આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરીથી સૌનાં દિલ મોહી લેનાર દીપિકા પાદુકોણે સ્પેનની એક ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેના નેકલેસે તેણે પહેરેલા વાઇટ ડ્રેસમાં સુંદરતામાં વધારો કર્યો હતો. તે પ્રિન્સેસ જેવી દેખાતી હતી. આ ઇવેન્ટના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. આ ઇવેન્ટમાં હાજર અન્ય લોકો સાથે પણ તે વાતચીત કરતી દેખાઈ રહી છે.

કૅનેડામાં લાઇવ કૉન્સર્ટમાં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાને યાદ કર્યો દિલજિતે

દિલજિત દોસંજે કૅનેડામાં લાઇવ કૉન્સર્ટ દરમ્યાન પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાને યાદ કર્યો હતો. દિલજિત ‘બૉર્ન ટુ શાઇન’ ટૂર પર છે. સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે સ્ક્રીન પર લખ્યું હતું કે ‘આ શો મારા ભાઈને સમર્પિત છે.’ મૂસેવાલાનું નામ લેતાં જ હાજર લોકો પણ જોશમાં આવી ગયા હતા. આ શોની ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. દિલજિતે મૂસેવાલાને યાદ કરતાં ગીત પણ ગાયું હતું. થોડા સમય પહેલાં જ મૂસેવાલાની હત્યા કરવામાં આવી છે.

‘નચ પંજાબન’ના રંગમાં રંગાઈ ગયા અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને ‘જુગ જુગ જીયો’ના ‘નચ પંજાબન’ના ગીતનું સ્ટેપ કરતો ફોટો શૅર કર્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તેઓ પણ આ ગીતના રંગમાં રંગાઈ ગયા છે. હાલમાં આ ગીતનાં સ્ટેપ સૌકોઈ કરી રહ્યા છે. આ ગીતમાં અનિલ કપૂર, નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી ડાન્સ કરી રહ્યાં છે. એવામાં અમિતાભ બચ્ચને આ ગીતનો હૂક સ્ટેપ કરતા હોય એવો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તેમણે પર્પલ ટ્રૅક સૂટ પહેર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘નચ પંજાબન નચ પંજાબન નચ પંજાબન.’

આમિર અને પુત્રે લીધી વરસાદમાં ફુટબૉલની મજા

આમિર ખાન અને તેના દીકરાએ વરસતા વરસાદમાં ફુટબૉલ રમવાની મજા માણી હતી. બન્નેએ વરસાદ અને ફુટબૉલનો ખૂબ આનંદ લીધો હતો. એનો વિડિયો આમિર ખાન પ્રોડક્શન્સે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. બન્ને રમવામાં તરબોળ થઈ ગયા હતા. આમિરની એનર્જી અને આઝાદનો જોશ જોવા જેવાં હતાં. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આમિર ખાન પ્રોડક્શન્સે કૅપ્શન આપી હતી, ‘વરસતા વરસાદમાં ખૂબ મજા પડી ગઈ. આમિર અને આઝાદે વરસાદમાં ફુટબૉલ સેશનને ખૂબ માણ્યું હતું.’

bollywood news amitabh bachchan aamir khan deepika padukone