‘જવાન’ના ગીતનું શૂટિંગ શરૂ કર્યું દીપિકા અને શાહરુખે

21 April, 2023 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ગીતનું રિહર્સલ કરતાં દેખાય છે. આ ફોટો વાઇરલ થતાં જ તેમના ફૅન્સ આ ગીત જોવા માટે આતુર બની ગયા છે.

બન્ને ગીતનું રિહર્સલ કરતાં દેખાય છે. આ ફોટો વાઇરલ થતાં જ તેમના ફૅન્સ આ ગીત જોવા માટે આતુર બની ગયા છે.

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ‘જવાન’ના ગીતનું શૂટિંગ શરૂ કર્યું છે. સેટ પરનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ ફોટોમાં શાહરુખ અને દીપિકાએ બ્લૅક પૅન્ટ અને બ્લૅક શૂઝ પર વાઇટ શર્ટ પહેર્યું છે. બન્ને ગીતનું રિહર્સલ કરતાં દેખાય છે. આ ફોટો વાઇરલ થતાં જ તેમના ફૅન્સ આ ગીત જોવા માટે આતુર બની ગયા છે. આ ​ફિલ્મમાં નયનતારા અને વિજય સેતુપતિ પણ જોવા મળશે. ફિલ્મને સાઉથના ઍટલીએ ડિરેક્ટ કરી છે. તો શાહરુખના રેડ ​​​​ચિલીઝ ​​એન્ટરટેઇનમેન્ટે એને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ આ વર્ષે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. 

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan deepika padukone