13 March, 2025 07:01 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ, રેખા
હાલમાં પૅરિસ ફૅશન વીક ચાલી રહ્યું છે અને દીપિકા પાદુકોણ ફ્રેન્ચ બ્રૅન્ડ લુઈ વિત્તોંના શોમાં ભાગ લેવા પૅરિસ પહોંચી ગઈ છે. હાલમાં દીપિકાએ પૅરિસથી પોતાની કેટલીક ગ્લૅમરસ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે આઇફલ ટાવર પાસે પોઝ આપતી જોવા મળી હતી. આ ફોટોમાં દીપિકાએ ઑફ વાઇટ ઓવરસાઇઝ્ડ બ્લેઝર પહેર્યું છે. આ બ્લેઝર સાથે તેણે મૅચિંગ હૅટ, બ્લૅક લેગિંગ, બ્લૅક લેધર ગ્લવ્ઝ, હીલ્સ અને ક્લાસિક રેડ લિપસ્ટિકથી લુકને કમ્પ્લીટ ટચ આપ્યો છે. દીપિકાનો આ લુક તેના ચાહકોને બહુ પસંદ પડ્યો છે અને પતિ રણવીર સિંહ તો આ ફોટો પર ફિદા થઈ ગયો છે.
દીપિકાએ થોડા મહિના પહેલાં દીકરી દુઆને જન્મ આપ્યો હતો અને પ્રેગ્નન્સી પછી તેની સ્ટાઇલ જ બદલાઈ ગઈ છે. તે ઓવરસાઇઝ્ડ અને લૂઝ આઉટફિટમાં આગવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનાવી રહી છે.
વાઇટ આઉટફિટમાં રેખાનો બૉસ લેડી લુક
બૉલીવુડમાં રેખાની ગણતરી સ્ટાઇલ-આઇકનમાં થાય છે અને તેણે ફરીથી આ વાત સાચી પાડી બતાવી છે. રેખા ભાગ્યે જ જાહેરમાં દેખાય છે અને મોટા ભાગે તે સાડીમાં સજ્જ હોય છે. જોકે હાલમાં ‘પિન્ટુ કી પપ્પી’ના ટ્રેલર-લૉન્ચમાં રેખા વાઇટ બ્લેઝર અને પૅન્ટ સાથે બૉસ લેડી લુકમાં જોવા મળી હતી. રેખાએ સૅટિન બ્લાઉઝ સાથે વાઇટ ટ્રાઉઝર, વાઇટ વાઇડ લેગ્ડ પૅન્ટ, ઓવરસાઇઝ્ડ બ્લૅક સનગ્લાસિસ, સ્ટેટમેન્ટ ગોલ્ડ ઇઅર-રિંગ અને વાઇટ કૅપ પહેર્યાં હતાં. આ આઉટફિટ સાથે તેણે મેટલિક ગોલ્ડ પ્લૅટફૉર્મ સ્નીકર્સ પહેરવાનું પસંદ કર્યું હતું. રેખાનો આ લુક ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે.