દીપિકા અને રણવીરના અલીબાગના બંગલોની કિંમત છે 22 કરોડ રૂપિયા

16 September, 2021 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘર રણવીરની ફર્મ આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દીપિકાની કેએ એન્ટપ્રાઇઝિસ હેઠળ ખરીદવામાં આવ્યો છે.

દીપિકા અને રણવીરના અલીબાગના બંગલોની કિંમત છે 22 કરોડ રૂપિયા

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના અલીબાગના બંગલોની કિંમત ૨૨ કરોડ રૂપિયા હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ હાલમાં જ અલીબાગ ગયાં હતાં. તેઓ તેમના સેકન્ડ હોમ માટે શોધ કરી રહ્યાં હતાં. આ માટે તેમણે એક બંગલો પણ ફાઇનલ કરી લીધો છે. આ બંગલોની કિંમત ૨૨ કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે. તેમ જ તેમણે સ્ટૅમ્પ ડ્યુટી માટે ૧.૩૨ કરોડ રૂપિયા પણ ચૂકવ્યા છે. આ બંગલો અલીબાગના મેપગાઉમાં ૯ હજાર સ્ક્વેર મીટર્સમાં ફેલાયેલો છે જેમાં પાંચ બેડરૂમ છે. આ ઘર રણવીરની ફર્મ આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દીપિકાની કેએ એન્ટપ્રાઇઝિસ હેઠળ ખરીદવામાં આવ્યો છે.

bollywood bollywood news bollywood gossips deepika padukone ranveer singh entertainment news