હવે મોટા પડદા પર જોવા મળી શકે રામાયણ, દંગલ-મૉમના ડિરેક્ટર થયા એક

08 July, 2019 02:31 PM IST  | 

હવે મોટા પડદા પર જોવા મળી શકે રામાયણ, દંગલ-મૉમના ડિરેક્ટર થયા એક

દંગલ-મૉમના ડિરેક્ટર થયા એક

બોલીવુડ અભિનેતા આમિર ખાન છેલ્લા ઘણા સમયથી ફિલ્મ મહાભારત પર કામ કરી રહ્યા છે પરંતુ ફિલ્મના કોઈ પણ ઠેકાણા નથી. છેલ્લા સમયથી દર્શકો ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. કેટલાક સમયથી ફિલ્મ વિશે માહિતી મળતી રહી છે પરંતુ ફિલ્મની કાસ્ટ, શૂટિંગનો હાલ કોઈ પતો નથી. મહાભારત માટે આમિર ખાન અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સાથે આવ્યા હતા. 1000 કરોડના આ પ્રોજેક્ટમાં મોડુ થવાના કારણે આમિરે આ પ્રોજેક્ટ છોડ્યો હોય તેવુ માનવામાં આવી રહ્યું છે.

મહાભારત પ્રોજેક્ટ ડ્રોપ થયા પછી પૌરાણિક કથાઓને પસંદ કરનારા દર્શકો માટે સારા સમાચાર આવ્યા છે. ફિલ્મ દંગલના ડિરેક્ટર નિતેશ તિવારી અને મૉમ ફિલ્મના ડાયરેક્ટર રવિ ઉદયાવર સાથે આવ્યા છે અને રામાયણ પર કામ કરી રહ્યા છે. મોટુ બજેટ ધરાવતી ફિલ્મ રામાયણ 2021 સુધી સિલ્વર સ્ક્રિન પર આવે તેવી શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ 3 ભાગોમાં આવશે જેનો પહેલો ભાગ 2021માં રિલીઝ થશે. ફિલ્મમાં મોટા કલાકારોની હાજરી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

નિતેશ તિવારી અને રવિ ઉદયાવરના પ્રોજેક્ટ કામ કરવા પર 3 પ્રોડ્યુસર પણ ફિલ્મ માટે આગળ આવ્યા છે. અલ્લુ અરવિંદ, મધુ મેનતેના અને નમિત મલ્હોત્રા ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ફોટો પોસ્ટ કરતા આ પ્રોજેક્ટની માહિતી આપી હતી. તરણ આદર્શ અનુસાર ફિલ્મ રામાયણ હિન્દી સાથે અન્ય 2 ભાષાઓમાં શૂટ કરવામાં આવશે અને દર્શકો 3D રામાયણનો લાભ ઉઠાવી શકશે.

bollywood gossips bollywood news gujarati mid-day