ડ્રગ કેસમાં દલિપ તાહિલના દીકરાની થઈ ધરપકડ

07 May, 2021 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના ડીસીપી દત્તા નલાવડેએ કહ્યું હતું કે ‘નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ કેસમાં દલિપ તાહિલના દીકરાની થઈ ધરપકડ

દલિપ તાહિલના દીકરા ધ્રુવની ડ્રગ કેસમાં મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે વૉટ્સઍપ પર ડ્રગ ડીલર સાથેની તેની વાતચીતના આધારે તેને પકડ્યો છે. ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના ડીસીપી દત્તા નલાવડેએ કહ્યું હતું કે ‘નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. તેને હાલમાં બાંદરાની ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યો છે. તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.’ દીકરાની ધરપકડ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો દલિપ તાહિલે કહ્યું હતું કે ‘હું હમણાં કંઈ નથી કહેવા માગતો.’

bollywood news bollywood bollywood gossips entertainment news