‘કયામત સે કયામત તક’માં આમિરના પિતાનો રોલ કરતી વખતે દલીપ તાહિલ અનમૅરિડ હતા

21 June, 2022 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અને તેમની ઉંમર ૩૧ વર્ષ હતી

દલીપ તાહિલ

મન્સૂર ખાનના ડિરેક્શનમાં બનેલી ૧૯૮૮માં રિલીઝ થયેલી ‘કયામત સે કયામત તક’માં દલીપ તાહિલે જ્યારે આમિર ખાનના ડૅડીનો રોલ કર્યો તો એ વખતે તે અનમૅરિડ તો હતા જ પરંતુ તેમની ઉંમર પણ માત્ર ૩૧ વર્ષ હતી. આમિર ખાનની વારંવાર જોવાતી અને પ્રિય ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે. તેણે નાસિર હુસેન પ્રોડક્શનથી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. દલીપ તાહિલે ૧૮ વર્ષની વયે શ્યામ બેનેગલની ફિલ્મ ‘અંકુર’થી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. પાંચ દાયકાની તેમની કારકિર્દીમાં તેમણે ઘણા આઇકૉનિક રોલ કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં દલીપ તાહિલે ફિલ્મ સાથે જોડાયેલી વાતો ફરી યાદ કરીને કહ્યું હતું કે કેવી રીતે નાસિર હુસેન આમિરના પિતાના રોલમાં તેમને લેવા માટે આતુર હતા. દલીપ તાહિલે જણાવ્યું હતું કે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ તેમને ટીવી સિરિયલ ‘બુનિયાદ’ બાદ મળી હતી. જૂની વાતોને યાદ કરતાં દલીપ તાહિલે જણાવ્યું હતું કે તેમણે તાહિર હુસેનને પૂછ્યું હતું કે તેમણે તેને ક્યાંથી શોધ્યો હતો. એના જવાબમાં રાઇટર-પ્રોડ્યુસરે જવાબ આપ્યો હતો કે તેમણે ‘બુનિયાદ’ સિરિયલમાં દલીપ તાહિલનું કામ જોયું હતું અને તેમને ખાતરી હતી કે તે આ રોલ ઘણી સારી રીતે ભજવશે. દલીપ તાહિલે તેમના પિતા તરીકેના રોલને ઘણો શક્તિશાળી અને ભાવનાત્મક ગણાવ્યો હતો. તેમણે ખુલાસો કરતાં કહ્યું હતું કે ઘણા મોટા સ્ટાર્સે ‘કયામત સે કયામત તક’ને ઠુકરાવી દીધી હતી. આ રોલ ભજવ્યો ત્યારે તે માત્ર ૩૧ વર્ષના હતા પરંતુ ફિલ્મ સાઇન કરતી વખતે મેં એક વાર પણ વિચાર નહોતો કર્યો. આ રોલ સ્વીકાર્યો એ વિશે દલીપ તાહિલે કહ્યું હતું કે ‘આમિરના પિતાની ભૂમિકા કરી એ સમયે હું પિતા પણ નહોતો બન્યો. મારાં તો ત્યારે લગ્ન પણ નહોતાં થયાં.’

entertainment news bollywood bollywood news dalip tahil aamir khan