લૉકડાઉનમાં સૈફ બન્યા દીકરા તૈમૂરના હેરસ્ટાઈલિસ્ટ, કરીનાએ આ શું કહ્યું?

03 May, 2020 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં સૈફ બન્યા દીકરા તૈમૂરના હેરસ્ટાઈલિસ્ટ, કરીનાએ આ શું કહ્યું?

લૉકડાઉનમાં સૈફ બન્યા દીકરા તૈમૂરના હેરસ્ટાઈલિસ્ટ

હાલ વિશ્વમાં કોરોના વાઈરસનો આંતક ચાલી રહ્યો છે અને લૉકડાઉનમાં લોકો સમય પસાર કરવા નવા-નવા પ્રયોગો કરતા રહે છે અને લૉકડાઉને લોકોને ક્રિએટિવ બનાવી દીધા છે. પછી કોઈ સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી બધા પોત-પોતાના કામ જાતે જ કરવા લાગ્યા છે. ચટપટા નાસ્તાથી લઈને પોતાના ઘરના કામ જાતે જ કરવા લાગ્યા છે. હવે તો મુશ્કેલી તો માણસોની વધી રહી છે કે લૉકડાઉનના લીધે સલૂન બંધ છે તો વધતા વાળ અને દાઢી મુશ્કેલીનું કારણ બની ગયું છે. હાલમાં જ અભિનેતા સૈફ અલી ખાને પણ એવુ જ કઈ કરતા નજર આવી રહ્યા છે.

હાલમાં જ કરીના કપૂરે સોશિયલ મીડિયા પર બાપ દીકરાની એક સુંદર તસવીર શૅર કરી છે. જેમાં સૈફ અલી ખાન પોતાના દીકરા તૈમૂરના હેરસ્ટાલિસ્ટ બનતા નજર આવી રહ્યા છે. હકીકતમાં કરીના કપૂર ખાન હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર આવી છે. જ્યારથી કરીના ઈન્સ્ટાગ્રામ પર આવી છે ત્યારથી તે ઘણી એક્ટિવ રહે છે. હંમેશા પોતાની અને પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

હાલમાં શૅર કરેલી તસવીરમાં સૈફ અલી ખાનના હાથમાં કાતર નજર આવી રહીલ છે. સૈફની સાથે દીકરો તૈમૂર પણ દેખાઈ રહ્યો છે. તસવીર જોઈને તમને અંદાજો આવી જશે કે સૈફ દીકરા તૈમૂરના વાળ કાપી રહ્યા છે અને એના હેરસ્ટાઈલિસ્ટ બની ગયા છે. મૉમ કરીનાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'ક્યા કિસી કો હેર કટ કરવાના હૈ?'

શૅર કરેલી આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે અને ફૅન્સને પણ ઘણી પસંદ આવી રહી છે. જોવા જઈએ તો તૈમૂર અલી ખાનની ફૅન ફૉલોઈંગ સતત વધતી રહી છે. એક તસવીર વાઈરલ થતા જ લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવી જાય છે.

taimur ali khan kareena kapoor saif ali khan bollywood news entertainment news