અમિતાભ બચ્ચનની તસવીરથી શા માટે દૂર ચાલી ગઇ રેખા

20 February, 2020 12:26 PM IST  |  Mumbai | Mumbai Desk

અમિતાભ બચ્ચનની તસવીરથી શા માટે દૂર ચાલી ગઇ રેખા

ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લોન્ચમાં રેખા- તસવીર સતેજ શિંદે

ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લોન્ચમાં પહોંચેલી રેખા બહુ જ ગોર્જિયસ લાગતી હતી. કૅલેન્ડર લોન્ચમાં એક પછી એક મહેમાનો આવી રહ્યા હતા અને તેમની તસવીરો વિવધ કલાકારોનાં પહેલાંના કૅલેન્ડર શુટ્સ માટે લેવાઇ રહી હતી ત્યારે રેખાનાં આગમન બાદ જ્યારે તે પાપારાઝી માટે પોઝીઝ આપી રહી હતી ત્યારે અમિતાભ બચ્ચનની તસવીર પાસે ઉભા રહેવાનું આવ્યું ત્યારે 65 વર્ષી જાજરમાન રેખાએ તેણે એવી ટિપ્પણી કરી કે, 'યહાં ડેન્જર ઝોન હૈ.' જુઓ આ વીડિયો કે રેખાએ કેવી રીતે કરી આ ટિપ્પણી.

આ પણ વાંચો ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર એક્ટર્સનાં બોલ્ડ લુક્સ

પિંકવિલા.કોમ પર જણાવ્યા અનુસાર આ ટિપ્પણીથી ફોટોગ્રાફર્સનાં ટોળામાં હાસ્ય ફરી વળ્યું. રેખાએ આવું પહેલાં નથી કર્યું, આ પહેલાં પણ રેખા અમિતાભ બચ્ચનની તસવીરોથી દૂર રહેવા માગતી હોય તેવો પ્રયાસ તેણે કર્યો જ છે અને આવી ક્ષણો કેમેરાનાં કચકડે કંડારાઇ પણ છે.

rekha amitabh bachchan bollywood gossips bollywood news