Coolie No 1ની રિમેકનું મોશન પોસ્ટર રિલીઝ

11 August, 2019 12:52 PM IST  | 

Coolie No 1ની રિમેકનું મોશન પોસ્ટર રિલીઝ

Coolie No 1ની રિમેકનું મોશન પોસ્ટર રિલીઝ

ડેવિડ ધવનની ‘કૂલી નંબર 1’ની રિમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાન જોવા મળશે. 1995માં આવેલી ‘કૂલી નંબર 1’માં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી જામી હતી હવે આ ફિલ્મની રિમેકમાં દર્શકોને નવી જોડી જોવા મળશે. ‘મૈં તેરા હીરો’ અને ‘જુડવા 2’ પછી ફરી એકવાર વરુણ કૉમિક અવતારમાં દેખાશે. ફિલ્મનું ડિરેક્શન ડેવિડ ધવન જ કરી રહ્યાં છે. ફિલ્મ મેકર્સે ફિલ્મનું ટીઝર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં કૂલી નંબર 1 વરૂણ ધવન જોવા મળી રહ્યો છે જેના હાથથી લઈને પગમાં પણ બેગ જોવા મળી રહી છે જો કે. મેકર્સે હજુ વરૂણ ધવનનો કૂલી લૂક જાહેર નથી કર્યો

1995માં આવેલી કૂલી નંબર 1નું ડિરેક્શન પણ ડેવિડ ધવને કર્યું હતું. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં કૂલી નંબર 1 વિશે વાત કરતા ડેવિડ ધવને કહ્યું હતું કે, 'કુલી નંબર 1'ની રિમેક એક નવી ફિલ્મ છે અને આમાં ઘણી નવી વસ્તુઓ દર્શાવવામાં આવશે. વરુણ ધવન આમાં એ પાત્રમાં દેખાશે જે પાત્ર કુલી નંબર 1માં ગોવિંદાએ ભજવ્યું હતું. આ રિમેકને પણ ડેવિડ જ બનાવશે અને ફિલ્મમાં કરિશ્મા કપૂરના પાત્રમાં સારા અલી ખાન જોવા મળશે.

આ પણ વાંચો:કેમ 24 વર્ષ પછી બની રહી છે કુલી નં 1ની રિમેક, ડેવિડ ધવનનો ખુલાસો

1995માં રિલીઝ થયેલી કૂલી નંબર 1માં ગોવિંદાએ પોતાના કોમિક ટાઈમિંગથી દર્શકોને ખૂબ હસાવ્યા હતા. કૂલી નંબર 1ની રિમેકમાં કાદર ખાને ભજવેલા રોલમાં પરેશ રાવલ જોવા મળશે. . 2020માં રિલીઝ થનારી કૂલી નંબર 1ની રિમેક દર્શકોને કેટલુ મનોરંજન કરાવી શકે છે જોવાનું રહેશે.

varun dhawan gujarati mid-day