કેમ 24 વર્ષ પછી બની રહી છે કુલી નં 1ની રિમેક, ડેવિડ ધવનનો ખુલાસો

Published: Jul 03, 2019, 18:42 IST | મુંબઈ ડેસ્ક

"ઓરિજનલને જોયા પછી મેં સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. છ મહિના સુધી મેં વિચાર્યું કે મને આ બનાવવી જોઇએ કે નહીં."

વરુણ ધવન સાથે પિતા ડેવિડ ધવન
વરુણ ધવન સાથે પિતા ડેવિડ ધવન

1995માં આવેલી આ ફિલ્મને વરુણ ધવનના પિતા ડેવિડ ધવને નિર્દેશિત કરી હતી. આ રીમેકને પણ ડેવિડ ધવન જ બનાવશે અને ફિલ્મમાં કરિશ્મા કપૂરના પાત્રમાં અભિનેત્રી સારા અલી ખાન જોવા મળશે.

ફિલ્મકાર ડેવિડ ધવન કહે છે કે, 'કુલી નંબર 1'ની રીમેક એક નવી ફિલ્મ છે અને આમાં કેટલીય નવી વસ્તુઓ દર્શાવવામાં આવશે. વરુણ ધવન આમાં એ પાત્રમાં દેખાશે જે પાત્ર કુલી નંબર 1માં ગોવિંદાએ ભજવ્યું હતું. 1995માં આવેલી આ ફિલ્મને વરુણ ધવનના પિતા ડેવિડ ધવને નિર્દેશન કર્યું હતું. આ રીમેકને પણ ડેવિડ જ બનાવશે અને ફિલ્મમાં કરિશ્મા કપૂરના પાત્રમાં સારા અલી ખાન જોવા મળશે.

ડેવિડે એક નિવેદનમાં કહ્યું કે, "ઓરિજનલને જોયા પછી મેં સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. છ મહિના સુધી મેં વિચાર્યું કે મને આ બનાવવી જોઇએ કે નહીં." તેમણે આગળ કહ્યું કે આખરે, મેં આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. આ હકીકતે એક નવી ફિલ્મ છે. મેં આની પટકથા વિશે પ્રથમ ફિલ્મની લેખિકા રૂમી જાફરી સાથે અને સંવાદ વિશે ફરહાદ સામજી સાથે લગભગ એક વર્ષ સુધી કામ કર્યું. ડેવિડની ફિલ્મ કુલી નંબર 1 30 જૂન, 1995ના રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : સારવાર બાદ રિશી કપૂરનો કોમેડી અંદાજ, ફિલ્મ 'જૂઠા કહીં કા'નું ટ્રેલર રિલીઝ

નવી ફિલ્મના પ્રૉડ્યુસર વાસુ ભગનાનીએ કહ્યું કે જ્યારથી મેં આંખે જોઇ, ત્યારથી ડેવિડ ધવન સાથે કામ કરવા માગતો હતો. અને, જ્યારે હું તેમને મળ્યો ત્યારે મેં તેમને એક ફિલ્મ માટે સાઈન કરી લીધી એ પણ જાણ્યા વગર કે ફિલ્મ કઈ હશે. તેમણે કહ્યું કે, "પહેલા પહેલા તો તેમણે મને એક બાળક સમજ્યા અને પછી એકએક મને બોલાવીને પૂછ્યું કે શું મેં તામિળ ફિલ્મ 'ચિન્ના મપિલ્લાઇ' જોઇ છે અને આપણે તેની રીમેક બનાવવી જોઇએ. ફિલ્મો વિશે હું આ વર્ષોમાં જેટલું પણ શીખ્યો છું તે ડેવિડજીના કારણે જ શીખ્યો છું."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK