વિકી કૌશલ, કૅટરીના કૈફ, વેડિંગ વેન્યુ મેનેજર અને જિલ્લા કલેક્ટર સામે ફરિયાદ દાખલ

08 December, 2021 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એડવોકેટ નૈત્રાબિંદ સિંહ જાદૌને સિક્સ સેન્સ ફોર્ટ બરવારાના મેનેજર, કૅટરીના કૈફ, વિકી કૌશલ અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ મંદિર તરફ જતો રસ્તો બંધ કરવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

વિકી કૌશલ - કૅટરીના કૈફ - તસવીર એએફપી

રાજસ્થાન સ્થિત એક એડવોકેટે સવાઈ માધોપુર જિલ્લામાં નિર્ધારિત બૉલિવૂડ સ્ટાર્સ વિકી કૌશલ અને કૅટરીના કૈફના લગ્નને કારણે 6-12 ડિસેમ્બર સુધી ચોથ માતા મંદિર તરફ જતો રસ્તો બંધ રાખવા સામે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં ફરિયાદ દાખલ કરી છે.

એડવોકેટ નૈત્રાબિંદ સિંહ જાદૌને સિક્સ સેન્સ ફોર્ટ બરવારાના મેનેજર, કૅટરીના કૈફ, વિકી કૌશલ અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ મંદિર તરફ જતો રસ્તો બંધ કરવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદની સાથે ભક્તોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને મંદિરનો રસ્તો ખુલ્લો કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.

જાદૌને તેની ફરિયાદમાં કહ્યું કે તેને આ ઘટના સામે કોઈ વાંધો નથી.

“ચૌથ કા બરવારા ચોથ માતાના ઐતિહાસિક મંદિરને સમાવે છે, જે સદીઓ જૂનું છે. દરરોજ સેંકડો ભક્તો મંદિરની મુલાકાત લે છે. મંદિરના માર્ગ પર હોટેલ સિક્સ સેન્સિઝ આવેલી છે. હોટેલના સંચાલકે 6થી 12 ડિસેમ્બર સુધી જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ મંદિર તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે, જેના કારણે ભક્તોને મંદિર સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી છ દિવસ સુધી હોટલ સિક્સ સેન્સથી મંદિર તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે. આવી સ્થિતિમાં, સામાન્ય માણસ અને ભક્તોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, ચોથ માતાના મંદિરનો રસ્તો હોટેલ સિક્સ સેન્સની આગળની બાજુથી ખોલવો જોઈએ.” તેમ જાદૌને તેની ફરિયાદમાં જણાવ્યું હતું.

entertainment news bollywood news