બૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે: જાહ્‌નવી કપૂર

28 February, 2021 03:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે: જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂરનું કહેવું છે કે બૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે. તેણે ૨૦૧૮માં ‘ધડક’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’ માટે તેના કામનાં ખૂબ‍ વખાણ થયાં હત‍ાં. બૉલીવુડમાં કૉમ્પિટિશન વિશે વાત કરતાં જાહ્‌નવીએ કહ્યું હતું કે ‘હું હેલ્ધી કૉમ્પિટિશનમાં વિશ્વાસ કરું છું. મારા સાથીકલાકારો ખૂબ જ ઇન્સ્પાયરિંગ અન-મોટિવેશનલ છે. તેઓ મને હવામાં ઊડવા નથી દેતા અને તેઓ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. દરેક પાસે કંઈક ને કંઈક શીખવા જેવું હોય છે. અમે બધા અમારો રસ્તો શોધી એના પર ચાલવાની કોશિશ કરી રહ્યા છીએ. મારું માનવું છે કે તમે ઇન્ડસ્ટ્રીમાં રહી શકો છો. ઘણી વાર એવું થાય છે કે એક ફિલ્મ માટે બે-ત્રણ વ્યક્તિ લાઇનમાં હોય છે, પરંતુ એ જ તો લાઇફ છે. ફિલ્મ માટે જે બેસ્ટ હોય એ જ થવાનું છે, પરંતુ મારું માનવું છે કે કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે.’

entertainment news bollywood bollywood news bollywood ssips janhvi kapoor