‘લક્ષ્મી’ ભલે ફ્લોપ પણ શરદ કેલકર સુપરહીટ

11 November, 2020 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘લક્ષ્મી’ ભલે ફ્લોપ પણ શરદ કેલકર સુપરહીટ

ફિલ્મ ‘લક્ષ્મી’માં શરદ કેલકર (તસવીર સૌજન્ય: ટ્વીટર)

9 નવેમ્બરે સાંજે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી અત્રુ કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાણી (Kiara Advani) સ્ટારર ફિલ્મ ‘લક્ષ્મી’ એટલી સુપરહીટ નથી. ચાહકોને આ ફિલ્મ અંગે ઘણી જ આશા હતી પરંતુ ફિલ્મ દર્શકોની અપેક્ષાએ ખરી ઉતરી શકી નહીં. આ દરમિયાન ફિલ્મમાં એક એવો ચહેરો પણ જોવા મળ્યો છે, જેણે માત્ર 15 મિનિટના રોલથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ રોલ ટીવી તથા બૉલીવુડ અભિનેતા શરદ કેલકર (Sharad Kelkar)એ ભજવ્યો છે.

ફિલ્મ ‘લક્ષ્મી’માં શરદ કેલકરે અસલી લક્ષ્મીનો રોલ પ્લે કર્યો છે અને તે કિન્નર છે. ફિલ્મમાં લક્ષ્મીનું ભૂત અક્ષય કુમારમાં આવે છે. શરદનો રોલ બહુ મોટો નથી. માત્ર 13થી 15 મિનિટ માટે શરદ સ્ક્રીન પર આવે છે. પરંતુ આટલી જ મિનિટમાં શરદે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. ચાહકો સોશ્યલ મીડિયામાં 'લક્ષ્મી' વિશે ગમે તેમ બોલે છે, પરંતુ શરદના અભિનયના વખાણ કરતાં થાકતા નથી. શરદ કેલકરે આ પાત્રમાં પોતાની એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી તથા પર્ફેક્ટ ટાઈમિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે.

‘લક્ષ્મી’ ભલે ચાહકોની અપેક્ષા પર ખરી ન ઉતરી. પણ કલાકારોએ લોકોના દિલ જીત્યા છે. એક બાજુ જ્યાં યુઝર્સ અક્ષય કુમારથી નારાજ છે તો બીજી બાજુ શરદ કેલકરે ચાહકોનું દિલ જીતી લીધું છે. એટલું જ નહીં, સૌશ્યલ મીડિયા યુઝર્સ એ વાતે ગુસ્સામાં પણ છે કે, ફિલ્મના ટ્રેલરમાં કેમ શરદને બતાવવામાં ના આવ્યો. જોકે, શરદ આ ફિલ્મ માટે સરપ્રાઈઝ પેકેજ સાબિત થયો છે. ચાહકો માને છે કે શરદને હજી વધુ સ્ક્રીન સ્પેસ મળી હોત તો તેની એક્ટિંગ સ્કિલ હજી સારી રીતે બહાર આવત.

ફિલ્મ જોઈને યુર્ઝનું કહેવું એ જ છે કે, અક્ષય કુમાર પર શરદ કેલકર ભારે પડયો છે.

ઉલ્લેખનીય છે કે, શરદ કેલકર ટીવી તથા ફિલ્મમાં કામ કરે છે. આ વર્ષે રિલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ 'તાનાજી'માં શરદે છત્રપતિ શિવાજી મહારજની ભુમિકા ભજવી હતી. જેના પણ લોકોએ ખુબ વખાણ કર્યા હતા. શરદે ટીવી સિરિયલ 'સાત ફેરે', 'કુછ તો લોગ કહેંગે', 'સર્વગુણ સંપન્ન'માં કામ કર્યું છે. શરદ ટીવીનો લોકપ્રિય ચહેરો છે. હવે ફિલ્મોમાં તેની અભિનય ક્ષમતા જોઈને લાગે છે 

entertainment news bollywood bollywood news laxmmi bomb akshay kumar kiara advani sharad kelkar