કરીના કપૂરના સવાલ પર કપિલ શર્માએ કહ્યું બે બાળકો છે એ ડાઉનલોડ થોડા કર્યા છે!

21 March, 2023 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કપિલ શર્મા (kapil Sharma)કરીના કપૂર (Kareena Kapoor Show)નો શો વૉટ વિમિન વૉન્ટ (What Women Want)માં આવ્યો હતો. એમાં કરીનાએ એવો તો શું સવાલ કર્યો કે કપિલે આવો જવાબ આપ્યો!

કપિલ શર્મા અને કરીના કપૂર

કરીના કપૂર ખાન(Kareena Kapoor) આ દિવસોમાં `વોટ વુમન વોન્ટ`(What Woman Want) માટે ચર્ચામાં છે. તેના શોમાં એક યા બીજી સેલિબ્રિટી આવે છે અને તેને ફની પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે આ શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કપિલ શર્મા કરીના કપૂર (Kapil Sharma With Kareena Kapoor)સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. કપિલ શર્મા પોતાની ફિલ્મ ઝ્વીગાટોના પ્રમોશન માટે આ શોમાં આવ્યો હતો. આ ફિલ્મ ગયા અઠવાડિયે જ રિલીઝ થઈ હતી. આ પ્રોમોમાં જોઈ શકાય છે કે કરીના કપૂરના પ્રશ્નો જેટલા ફની છે, એટલા જ ફની કપિલ શર્માના જવાબો છે.

જ્યારે કરીના કપૂરે કપિલ શર્માને તેના મોડી રાતના વિવાદાસ્પદ ટ્વિટ વિશે પૂછ્યું, ત્યારે કોમેડિયને કહ્યું, "હું ક્યારેય ટ્વિટર પક્ષીને મળ્યો નથી, પરંતુ તેણે મારા પોપટને ઉડાવી દીધો." કરીના કપૂરે કપિલ શર્માને પૂછ્યું કે અમે કપિલ શર્માની રમુજી બાજુ જોઈ છે, શું તમે એટલા જ રોમેન્ટિક પણ છો? આના પર કપિલ શર્માએ ખૂબ જ ફની જવાબ આપ્યો છે. તે કહે છે કે બે બાળકો છે. અમે આ ડાઉનલોડ કર્યા નથી?` આ રીતે કપિલ શર્માએ કરીના કપૂkareરને આ જવાબ આપીને ચોંકાવી દીધી.

નોંધનીય છે કે કપિલ શર્માની ઝ્વીગાટો ફિલ્મ (Kapil Sharma Film Zwigato)હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન નંદિતા દાસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કપિલ શર્મા સાથે શહાના ગોસ્વામી જોવા મળી હતી. કપિલ શર્માની ઝ્વીગાટોનું બજેટ લગભગ 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ અઢી કરોડનો બિઝનેસ કર્યો છે. જો કે ફિલ્મની વાર્તા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

bollywood news entertainment news kareena kapoor kapil sharma