નેટફ્લિક્સ પર રિલીઝ થતાં જ નંબર વન બની ગઈ કૉકટેલ 2

23 August, 2026 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ‘કૉકટેલ 2’ ૧૪ ઑગસ્ટે OTT પર રિલીઝ થયા બાદ દર્શકોમાં છવાઈ ગઈ છે. ફિલ્મ નેટફ્લિક્સ પર નંબર વન ટ્રેન્ડ કરી રહી છે અને ‘મૈં વાપસ આઉંગા’ને પાછળ મૂકી દીધી છે.

શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના

શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘કૉકટેલ 2’ આ વર્ષે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ૨૦૧૨માં રિલીઝ થયેલી સૈફ અલી ખાન, ડાયના પેન્ટી અને દીપિકા પાદુકોણની ‘કૉકટેલ’ની સીક્વલ હતી.  દર્શકોએ ફિલ્મને ખૂબ પસંદ કરી હતી અને એણે બૉક્સ-ઑફિસ પર પણ શાનદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ ગઈ છે અને ત્યાં પણ એને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ હાલમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મે દિલજિત દોસાંઝની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ને પાછળ મૂકી દીધી છે. ‘કૉકટેલ 2’ પહેલાં ‘મૈં વાપસ આઉંગા’ નેટફ્લિક્સ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહી હતી.

shahid kapoor kriti sanon rashmika mandanna diljit dosanjh imtiaz ali netflix entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood events bollywood gossips bollywood