17 June, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`કૉકટેલ 2`નો સીન
શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને ક્રિતી સૅનનને ચમકાવતી ‘કૉકટેલ 2’ ૧૯ જૂનથી થિયેટરમાં રિલીઝ થવાની છે. હવે રિપોર્ટ મુજબ રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’ અને શ્રદ્ધા કપૂરની ‘ઈથા’નું ટીઝર ‘કૉકટેલ 2’ સાથે જોડવામાં આવ્યું છે. ‘કૉકટેલ 2’ જોવા આવેલા દર્શકોને આ બન્ને ફિલ્મોની પ્રથમ ઝલક પણ જોવા મળશે.
‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’માં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ જાણીતા પબ્લિક પ્રૉસિક્યુટર ઉજ્જ્વલ નિકમના જીવન પર આધારિત છે. આ ફિલ્મ ૭ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’નું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને એમાં શ્રદ્ધા પ્રખ્યાત મરાઠી લોકનાટ્ય કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ ૨૮ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.