13 July, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્રાંગદા સિંહ અને સલમાન ખાન
સલમાન ખાનની ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’માં હિરોઇન તરીકે પોતાની પસંદગી થઈ એનાથી ચિત્રાંગદા સિંહ ગદ્ગદ થઈ ગઈ છે. લદ્દાખની ગલવાન વૅલીમાં ૨૦૨૦માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર આધારિત આ ફિલ્મ અપૂર્વ લાખિયા ડિરેક્ટ કરી રહ્યા છે. ચિત્રાંગદા વર્ષો પહેલાં સલમાન સાથે કામ કરવાની હતી, પણ એ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો. ચિત્રાંગદાએ એ પ્રસંગ યાદ કરતાં કહ્યું હતું કે વર્ષો પહેલાં તેણે કહ્યું હતું કે આપણે ફરી સાથે કામ કરીશું, અને તેણે પોતાનું વચન પાળ્યું. ચિત્રાંગદાએ અપૂર્વ લાખિયાનો પણ આભાર માનતાં કહ્યું હતું કે હિરોઇન તરીકે બીજાં ઘણાં નામ ચર્ચામાં હોવા છતાં તેણે મારી પસંદગી કરી એ મારા માટે બહુ મોટી વાત છે. ચિત્રાંગદાએ એમ પણ કહ્યું હતું કે તે એક આર્મી પરિવારની છે એટલા ખાતર પણ તે આ ફિલ્મ સાથે વધુ ઘરોબો અનુભવે છે.