બાળશોષણ જેવા ગંભીર અપરાધના દોષીઓને સજા મળવી જોઈએ : હેમા માલિની

08 May, 2022 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં તેમણે બાળકોની સલામતી અને સેક્સ્યુઅલ અબ્યુઝ પર આધારિત ફિલ્મ ‘યસ પાપા’નું ટીઝર શૅર કર્યું હતું

હેમા માલિની

હેમા માલિનીનું માનવું છે કે બાળશોષણ જેવા ગંભીર અપરાધના દોષીઓને સખત સજા મળવી જોઈએ. તાજેતરમાં તેમણે બાળકોની સલામતી અને સેક્સ્યુઅલ અબ્યુઝ પર આધારિત ફિલ્મ ‘યસ પાપા’નું ટીઝર શૅર કર્યું હતું. આ ફિલ્મને નવોદિત ડિરેક્ટર સૈફ હૈદર હસને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ગિતિકા ત્યાગીએ લીડ રોલ કર્યો છે, જેમાં તે એક બાળક તરીકે સેક્સ્યુઅલ અસૉલ્ટનો શિકાર થાય છે એ દેખાડવામાં આવ્યું છે. બાળપણમાં બનેલી એ ઘટનાનાં ઘા કઈ રીતે પીડિતને આઘાત પમાડે છે એ દેખાડવામાં આવ્યું છે. તેના પપ્પા જ ઘણાં વર્ષો સુધી તેની સાથે ખરાબ વર્તન કરે છે. આ વિષય પર લોકોમાં સજાગતા આવે એ ઉદ્દેશ સાથે તેને હેમા માલિનીએ સપોર્ટ કર્યો છે. એ વિશે હેમા માલિનીએ કહ્યું કે ‘ક્રીએટિવ પ્રોડ્યુસર રામ કમલ મુખરજીએ મને જ્યારે ટીઝર દેખાડ્યું તો મને લાગ્યું કે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે આપણે ફિલ્મ બનાવવી જોઈએ. બાળકો સાથે થતા અપમાનજનક વર્તન એ ગંભીર અપરાધ છે અને આવા અપરાધીઓને સજા થવી જોઈએ. સૈફ હૈદર હસને આ સંવેદનશીલ મુદ્દાને ખૂબ સમજદારીથી બનાવ્યો છે. બાળપણથી જ દીકરીઓને શીખવાડવામાં આવે છે કે તેઓ જ્યારે પણ ઘરની બહાર જાય ત્યારે પોતાની ખાસ કાળજી લે. જોકે કોઈને એ વાતનો અંદાજ નથી હોતો કે નરાધમ તો આપણા ઘરમાં પણ હોય છે. ન્યુઝપેપર્સના આંકડા દેખાડે છે કે એક અઠવાડિયામાં ચાર કેસ આવા હોય છે, જેના તરફ આપણે ધ્યાન નથી આપતા.’

entertainment news bollywood bollywood news hema malini upcoming movie