CBI For SSR: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ છે બૉલીવુડ સેલેબ્ઝ

19 August, 2020 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

CBI For SSR: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ છે બૉલીવુડ સેલેબ્ઝ

સુશાંત સિંહ રાજપૂત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરશે. બુધવારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી અભિનેતાના ચાહકો, પરિવારજનો અને બૉલીવુડ સેલેબ્ઝ બહુ જ ખુશ થયાં છે. સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande), અક્ષય કુમાર (Akshay Kumar), કંગના રનોટ (Kangana Ranaut) સહિતના સેલેબ્ઝે સુપ્રીમ કોર્ટના આદેશને વધાવ્યો છે અને સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, સત્યનો જ વિજય થશે.

અંકિતા લોખંડેએ લખ્યું હતું કે, ન્યાય એ જ સત્ય છે. સત્યની જીત થશે. સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવાની લડાઈમાં આ પ્રથમ પગલું છે.

અક્ષય કુમારે લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈનો આદેશ આપ્યો. હંમેશા સત્યની જ જીત થવી જોઈએ. પ્રાર્થનાઓ.

કંગના રનોટે ટ્વીટ કર્યું હતું કે, આ માનવતાની જીત છે. પ્રત્યેક SSR warriorsને અભિનંદન. પ્રથમ વખત મને સામૂહિક શક્તિમાં આટલી તાકાત લાગી. ખુબ સુંદર.

અનુપમ ખેરે લખ્યું હતું, જય હો.

ક્રિતી સૅનને લખ્યું હતું કે, બધુ અસ્પષ્ટ હોવાથી છેલ્લા બે મહિનાથી બહુ અશાંતિ હતી. હવે સુપ્રીમ કોર્ટે સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હોવાથી આશાનું કિરણ જાગ્યું છે. સત્ય જ જીતશે. હવે અનુમાન લગાડવાનું બંધ કરીએ અને સીબીઆઈને તેમનું કામ કરવા દઈએ.

પરિણીતી ચોપરાએ કહ્યું કે, આ એક પૉઝિટિવ સ્ટેપ છે. આ સમયનો આદર કરો અને હવે સીબીઆઈને તેમનું કામ કરવા દો. ચાલો આપણે અનુમાન લગાવવાનું બંધ કરીએ અને તારણો પર આવવા દઈએ.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા સીબીઆઈ તપાસના આદેશથી સહુ કોઈ બહુ જ ખુશખુશાલ છે અને હવે સત્ય બહાર આવે તેની રાહ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો આદેશ: સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ CBI કરશે

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

entertainment news bollywood bollywood news supreme court central bureau of investigation sushant singh rajput ankita lokhande akshay kumar kriti sanon parineeti chopra kangana ranaut anupam kher