‘છોરી’ની સીક્વલ માટે નુશરત સિવાય બીજા કોઈની કલ્પના નથી કરી શકતો:વિશાલ ફુરિયા

13 January, 2022 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ફરી એક વખત સાક્ષીની ઉત્સાહી અને થ્રિલિંગ લાઇફને દુનિયા સામે લાવવા માટે એ ટીમ સાથે કામ કરવા માટે વધુ એક્સાઇટેડ છું.’

નુશરત ભરુચા

‘છોરી’ના ડિરેક્ટર વિશાલ ફુરિયાનું માનવું છે કે આ ફિલ્મની સીક્વલ માટે નુશરત ભરૂચા સિવાય કોઈના વિશે તે વિચારી નથી શકતો. ‘છોરી’માં નુશરતે પ્રેગ્નન્ટ મહિલા સાક્ષીનો રોલ કર્યો હતો, જે એક એવા ઘરમાં આવે છે જ્યાં તેને વિચિત્ર અનુભવો થાય છે. નુશરતના કામની પ્રશંસા કરતાં વિશાલ ફુરિયાએ કહ્યું કે ‘અમારી ઇન્ડસ્ટ્રીમાં નુશરત ભરૂચા અન્ડરરેટેડ ઍક્ટર છે. ‘છોરી’ અને ‘અજીબ દાસ્તાન્સ’ દ્વારા તેની ટૅલન્ટનું પ્રમાણ મળ્યું છે. તેની પાસે જે વર્સેટલિટી છે એ ભાગ્યે જ જોવા મળે છે. આવાં અનેક કારણોને લીધે જ મેં ગયા વર્ષે આ સુપર નૅચરલ થ્રિલર માટે તેને અપ્રોચ કરી હતી. મને તેનામાં પૂરો ભરોસો હતો કે તે આ રોલને ન્યાય આપી શકશે અને એવું જ બન્યું. મેં જ્યારે એની સ્ટોરીને આગળ લઈ જવાનો વિચાર કર્યો તો તેના સિવાય મારા મનમાં અન્ય કોઈ ઍક્ટરની કલ્પના જ નહોતી આવી. મારા માટે નુશરતે ‘સાક્ષી’ના પાત્ર સાથે છાપ છોડી છે. તે જ માત્ર એની જર્નીને મોટી સ્ક્રીન પર આગળ લઈ જઈ શકે છે. હું ફરી એક વખત સાક્ષીની ઉત્સાહી અને થ્રિલિંગ લાઇફને દુનિયા સામે લાવવા માટે એ ટીમ સાથે કામ કરવા માટે વધુ એક્સાઇટેડ છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news nushrat bharucha