કરણે મોકલાવેલી સ્વીટ સરપ્રાઇઝને બે લાખ રૂપિયામાં વેચવા કાઢી છે કાર્તિકે

17 March, 2020 12:07 PM IST  |  Mumbai | Agencies

કરણે મોકલાવેલી સ્વીટ સરપ્રાઇઝને બે લાખ રૂપિયામાં વેચવા કાઢી છે કાર્તિકે

કરણ જોહરે મોકલાવેલી સ્વીટ

કરણ જોહરે એક બૉક્સ ભરીને આઇસક્રીમ ગિફટ તરીકે કાર્તિક આર્યનને મોકલાવ્યો છે. તો કાર્તિકે એ આઇસક્રીમને વેચવા કાઢ્યો છે. સાથે જ એની કિંમત પણ ભારે રાખી છે. એક વ્યક્તિ આઇસક્રીમ ભરેલું બૉક્સ લઈને કાર્તિકના ઘરે જાય છે અને કહે છે કે કરણ જોહરે આ બૉક્સ મોકલાવ્યું છે. એની નાનકડી ક્લિપ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘કરણ જોહરના ઘરે મેં જે આઇસક્રીમ ખાધો એ મને ખૂબ ગમ્યો હતો. એથી લાગણી વ્યક્ત કરતાં તેણે મારા ઘરે થોડો મોકલાવ્યો છે. હું હવે એને વેચવાનો છું. એક સ્કૂપના બે લાખ + જીએસટી. અમારી પાસે ગુચી અને બૅલેન્સિએગા ફ્લેવર્સ છે. એનું બુકિંગ પણ ચાલુ છે.’

kartik aaryan karan johar bollywood news