કેલિફોર્નિયા પણ ઈચ્છે કે સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે

08 August, 2020 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેલિફોર્નિયા પણ ઈચ્છે કે સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે

તસવીર સૌજન્ય: ટ્વીટર

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યાનો કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે તો અમેરિકા પણ ઈચ્છે છે કે, અભિનેતાને ન્યાય મળે. સોશ્યલ મીડિયા પર #JusticeForSushantSinghRajput ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે બીજી બાજુ અભિનેતાના પરિવારે #Warriors4SSR ઝુંબેશ શરૂ કરી છે. અભિનેતાના મૃત્યુને ન્યાય અપાવવા માટે દેશભરમાં અલગ-અલગ કેમ્પેન શરૂ થયાં છે. ત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં પણ અભિનેતાને ન્યાય આપતા બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે.

કેલિફોર્નિયામાં સુશાંત સિંહ રાજપૂતને ન્યાય આપવા માટે બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે. જેની તસવીર અભિનેતાની બહેન શ્વેતા સિંહ કિર્તીએ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. શ્વેતાએ ટ્વીટમાં લખ્યું છે કે, કેલિફોર્નિયામાં ભાઈનું બિલબોર્ડ...ગ્રેટ મોલ પાર્કવેમાંથી નીકળ્યા પછી 880 નોર્થ તરફ છે. હવે આ આંદોલન આખી દુનિયામાં પહોંચી ગયું છે.

શ્વેતા સિંહ કિર્તીએ બિલબોર્ડ લગાવ્યા હોય તેવો હજી એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, તું અમારા દિલમાં ધડકે છે. સાથે જ હૅશટેગ #Warriors4SSR અને #JusticeForSushantSinghRajput આપ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતના પરિવાર અને ચાહકોએ #Warriors4SSR ઝુંબેશ શરૂ કરી છે. તેમને આશા છે કે અભિનેતાને ન્યાય ચોકક્સ મળશે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતની બહેન માટે સત્યનું જ છે મહત્વ, ભાઈ માટે માંગે છે ન્યાય

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતએ 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. આ કેસમાં મુંબઈ પોલીસ અને બિહાર પોલીસની સાથે CBIની તપાસ પણ ચાલુ છે. CBIએ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં છ આરોપીઓ વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput california